SCO Summit 2022: PM નરેન્દ્ર મોદીની ઉઝ્બેકિસ્તાન યાત્રાને લઈને ત્યાં રહેતા ભારતીય સમુદાયમાં ખુબ ઉત્સાહ છે. તાશ્કંદમાં ભારતીય સમુદાયના લોકોના એક સંગઠન ઈન્ડિયા ક્લબે ઉઝ્બેકિસ્તાનમાં ભારતીય રાજદૂતના માધ્યમથી પીએમ મોદી માટે એક ખાસ ભેટ મોકલી છે. ક્લબે સન્માનના પ્રતિક સ્વરૂપે પીએમ મોદીનું ચિત્ર એક ઉઝ્બેક વોલ કારપેટમાં બનાવીને મોકલ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા ક્લબ તરફથી જારી કરાયેલા એક અધિકૃત નિવેદન મુજબ આજે ઉઝ્બેકિસ્તાનમાં રહેતા 1800 ભારતીયો તરફથી ઈન્ડિયા ક્લબ તાશ્કંદે ઉઝ્બેક વોલ કારપેટ પર તમારું ચિત્ર આદર સ્વરૂપે બનાવડાવ્યું છે. તમને વિનમ્ર વિનંતી છે કે આ નાનકડી ભેટને સ્વીકાર કરો. ઈન્ડિયા ક્લબની રચના 10 વર્ષ પહેલા થઈ હતી. તેનો હેતુ ઉઝ્બેકિસ્તાનમાં રહેતા ભારતીયોને એક મંચ પર જોડીને રાખવાનો છે. 


સમરકંદમાં થશે એસસીઓ સંમેલન
અત્રે જણાવવાનું કે પીએમ મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઉઝ્બેકિસ્તાન જઈ રહ્યા છે. આ સંમેલન ગુરુવારે ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં થશે જે કોવિડ મહામારીના કારણે બે વર્ષના સમય બાદ પ્રત્યક્ષ ઉપસ્થિતિવાળું સંમેલન હશે. 


Canada: BAPS Swaminarayan Mandir માં તોડફોડ, દીવાલો પર ભારત વિરોધી નારા લખ્યા, Viral Video


SCO ના પર્યવેક્ષક દેશોમાં અફઘાનિસ્તાન, બેલારૂસસ, અને મોંગોલિયા સામેલ છે. જ્યારે સંવાદ ભાગીદારોમાં કંબોડિયા, નેપાળ, શ્રીલંકા, તુર્કી, આર્મીનિયા અને અઝરબૈજાન સામેલ છે. 


મોદી, પુતિન શરીફ, જિનપિંગ એક સાથે જોવા મળશે
વર્ષ 2020માં કોવિડ મહામારી સામે આવ્યા બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસના સંમેલનમાં ભાગ લેશે. કોવિડની ચિંતાનો છોડી એસસીઓ સંમેલનમાં જિનપિંગના સામેલ થવાની જાહેરાત અચાનક થઈ. બુધવારના રોજ બે વર્ષથી વધુ સમયના સમય બાદ પહેલીવાર તેઓ ચીનની બહાર ગયા. જાન્યુઆરી 2020 બાદ પોતાના પહેલા રાજકીય પ્રવાસ પર કઝાકિસ્તાન ગયા અને અહીંથી તેઓ સમરકંદમાં એસસીઓ સંમેલનમાં ભાગ લેવા માટે ઉઝ્બેકિસ્તાન જશે. 


પીએમ મોદી નહીં મળે જિનપિંગ-શરીફને
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમીટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સાથે મુલાકાત નહીં કરે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. પીએમ મોદી આજે બપોરે એસસીઓ સમીટમાં ભાગ લેવા સમરકંદ રવાના થવાના છે. અહીં તમામ નેતાઓ માટે ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ ડિનર હોસ્ટ કરશે. આ દરમિયાન તે જગ્યાએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર રહેશે. પરંતુ પીએમ મોદી સાથે તેમની મુલાકાત નહીં થાય. 


શીખર સંમેલનમાં હોય છે બે સત્ર
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી કાલે સવારે એસસીઓ સમિટમાં ભાગ લેશે. શિખર સંમેલનમાં સામાન્ય રીતે 2 સેશન હોય છે. પ્રતિબંધિત સત્ર ફકત એસસીઓ સભ્ય દેશો માટે અને અન્ય એક વિસ્તારિત સત્ર જેમાં પર્યવેક્ષકો અને વિશેષ આમંત્રિતોની ભાગીદારી હોઈ શકે છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ વધુમાં કહ્યું કે અમને આશા છે કે એસસીઓ શિખર સંમેલનની ચર્ચામાં સામયિક, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, એસસીઓના સુધાર-વિસ્તાર, ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિ, ક્ષેત્રમાં અમારો સહયોગ, ક્ષેત્રમાં કનેક્ટિવિટીને મજબૂત કરવા અને વેપારને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ સામેલ હશે. 


બીજી બાજુ રશિયાએ પીએમ મોદી સાથે શુક્રવારે દ્વિપક્ષીય વાર્તાની પુષ્ટિ કરી છે. રશિયાએ કહ્યું કે વ્યૂહાત્મક સ્થિરતા, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સ્થિતિ, યુએન, જી20, એસસીઓમાં સહયોગ જેવા મુદ્દાઓ પર વાતચીત થશે. પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube