નવી દિલ્હીઃ સ્કોટલેન્ડ (Scotland) દુનિયાનો પ્રથમ એવો દેશ બની ચુક્યો છે જ્યાં પીરિયડ્સ સંબંધિત તમામ પ્રોડક્ટ્સનું વિતરણ ફ્રી કરી દેવામાં આવ્યું છે. સ્કોટિશ પાર્લામેન્ટે પીરિયડ્સ પ્રોડક્ટ્સને લઈને એક બિલ પાસ કર્યું છે. દેશમાં પીરિયડ પ્રોડક્સ (ફ્રી પ્રોવિઝન- સ્કોટલેન્ડ) કાયદો પાસ કરી દીધો છે. આ હેઠળ દરેક ઉંમરની મહિલાઓને ફ્રીમાં સેનેટરી પેડ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી ચાલી રહ્યું હતું અભિયાન
પીરિયડ પ્રોડક્ટ્સ  (Free Provision) (Scotland) એક્ટ હેઠળ, સ્થાનીક તંત્રને પીરિયડ પ્રોડક્ટ્સ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવી પડશે. જલદી સ્કોટલેન્ડ સરકાર એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ આયોજીત કરશે જેમાં બધા સ્થાનીક અધિકારીઓ પર એક કાનૂની ડ્યૂટી લગાવવામાં આવશે, જેથી તે જરૂરીયાતમંદ મહિલાઓ માટે ટેન્પોન અને પેડ જેવી સામગ્રી ઉપલબ્ધ કરાવી શકે. આ બિલ સ્કોટિશ સંસદ સભ્ય મોનિકા લેનન  (Monica Lennon) દ્વારા રજૂ કરવામાં આવ્યું, જે 2016 બાદથી પીરિયડ્સ પોવર્ટીને સમાપ્ત કરવા માટે અભિયાન ચલાવી રહી છે. બિલ પાસ થયા બાદ તેણે બધાનો આભાર માન્યો હતો. 


આ જગ્યાઓ પર ફ્રીમાં મળશે સેનેટરી પેડ્સ
સ્કોટિશ સરકારની વર્ષ 2022 સુધી દેશના બધા કોમ્યુનિટી સેન્ટર્સ, યૂથ ક્લબ અને ફાર્મેસિયો સહિત તમામ જાહેર સ્થળો પર સેનેટરી પેડ અને ટેન્પોનને ફ્રી આપવાની યોજના છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અહીંની શાળા, કોલેજો અને વિશ્વ વિદ્યાલયના તંત્રએ પણ છાત્રાઓ માટે ફેમિનિન હાઇઝીન પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવી ફરજીયાત હશે. 


ભારતે બેન કરી એપ તો ભડક્યું ચીન, કહ્યું- સુરક્ષાના બહાના ન બનાવે સરકાર  

લેનને ગણાવ્યો મોટો ફેરફાર
લેનનનું કહેવું છે કે હવે જાહેર જીવનમાં જેમ પીરિયડ્સ પર ચર્ચા થાય છે, આ એક મોટો ફેરફાર છે. કેટલાક વર્ષો પહેલા સુધી હોલીરૂડ ચેમ્બરમાં ખુલી રીતે પીરિયડ પર વાત થતી નહતી અને હવે તે મુખ્યધારામાં છે. ચેરિટી સંસ્થાઓનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારી દરમિયાન બેસિક સેનેટરી પ્રોડક્ટ્સ ખરીદવાની ક્ષમતા ઘટી છે. જાણકારી માટે તેમને જણાવી દઈએ કે 2018માં સ્કોટલેન્ડ બધી સ્કૂલો અને વિશ્વવિદ્યાલયોમાં મહિલાઓને ફ્રીમાં સુરક્ષિત પ્રોડક્ટ્સ પ્રદાન કરનાર પ્રથમ દેશ બન્યો હતો. પરંતુ હવે સંસદમાં બિલ પાસ થયા બાદ અહીંની દરેક મહિલાઓને ફ્રીમાં પેડ્સ મળશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube