નવી દિલ્હી: ફીમેલ ઓબામા તરીકે મશહૂર ભારતીય મૂળના પહેલા અમરિકી સેનેટર કમલા હેરિસે જાહેરાત કરી છે કે તેઓ આગામી 2020માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી રજુ કરશે. તેમની પાર્ટીએ હાલમાં થયેલી મીડટર્મ ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે વર્ષમાં કમલા સેનેટમાં પાર્ટીના એક સ્ટાર નેતા તરીકે ઉભરી આવ્યાં છે. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટિક પાર્ટી  તરફથી અવાજ ઉઠાવનારા પ્રમુખ નેતાઓમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમને આફ્રીકી મૂળના અમેરિકી નાગરિકો અને શ્વેત પરાવિસ્તારની મહિલાઓના સારા એવા મતો મળી શકે છે. વર્ષ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીની શરૂઆત 3 ફેબ્રુઆરી 2020ના રોજ આઈઓવામાં થશે, જ્યાં પ્રથમ પ્રાઈમરી ચૂંટણી થવાનો કાર્યક્રમ છે. મીડિયામાં આવેલા અહેવાલોમાં સંકેત અપાયા છે કે કમલાનો વારંવાર આઈઓવા પ્રવાસ તેમની સભાઓમાં ઓબામા જેવી ઉર્જાનો સંકેત આપે છે. 


તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નીકટ ગણાય છે. ઓબામાએ તેમને 2016માં અમેરિકી સેનેટ સહિત વિવિધ ચૂંટણીઓના મેદાનમાં ઉતાર્યા હતાં. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મેલા કમલા ભારતના  રહીશ શ્યામલા ગોપાલન અને જમૈકા મૂળના અમેરિકી નાગરકિ ડોનાલ્ડ હેરિસના સંતાન છે. કમલાના માતા શ્યામલા ગોપાલન 1960માં ચેન્નાઈથી અમેરિકા ગયા હતાં. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...