મૂશળાધાર વરસાદના લીધે 7 લોકોના મોત, 1000થી વધુ લોકો પ્રભાવિત
શ્રીલંકામાં મોનસૂનના ભારે વરસાદ અને ભારે પવનના લીધે ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 1,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અધિકારીઓને રાહત અને બચાવ અભિયાનો માટે સેનાને તૈનાત કરી દીધી છે.
કોલંબો: શ્રીલંકામાં મોનસૂનના ભારે વરસાદ અને ભારે પવનના લીધે ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 1,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અધિકારીઓને રાહત અને બચાવ અભિયાનો માટે સેનાને તૈનાત કરી દીધી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેંદ્વ (ડીએમસી)એ કહ્યું કે અત્યાર સુધી 1,024 લોકો વિસ્થાપિત થયા છે અને તેમને અસ્થાયી સ્થળો પર આશ્રય આપવામાં આવ્યો છે. 'કોલંબો ગજટ'ના સમાચાર અનુસાર દેશના મોટાભાગના ભાગોમાં પ્રતિકૂલ હવામાનના લીધે અત્યાર સુધી સાત લોકોના મોતન નિપજ્યા છે અને હજારો લોકો પ્રભાવિત થયા છે. ડીએમસીએ કહ્યું કે બાડુલા, કેગાલે અને કાલુતારામાં સૌથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
આગામી 3 દિવસમાં મોનસૂન પકડશે રફતાર, અહીં થશે ભારે વરસાદ
હવામાનની પ્રતિકૂળ સ્થિતિના લીધે 170 વધુ ઘર ક્ષતિગ્રસ્ત થયા છે
દેશમાં થોડા દિવસોથી બનેલી હવામાનની પ્રતિકૂળ સ્થિતિના લીધે 170થી વધુ ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતાવણી જાહેર કરવામાં આવી છે જ્યારે પૂર આશંકાને જોતાં મુખ્ય નદીઓની આસપાસ વસવાટ કરતા લોકોને સચેત કરી દેવામાં આવ્યા છે. રાહત પૂરી પાડવા માટે બચાવ અભિયાનોમાં સામેલ થવા માટે સેના, નૌસેનાને પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેનાએ સંબંધિત અધિકારીઓને પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત પુરી પાડવા માટે નિર્દેશ જાહેર કર્યા છે. લોકોના મૃત્યું ઉપરાંત ગત 48 કલાકમાં એક્સપ્રેવે પર સાત અકસ્માત સર્જાયા હોવાના સમાચાર છે.
પોલીસે મોટરચાલકોને વરસાદ દરમિયાન ધીમી ગતિથી વાહન ચલાવવાની સલાહ આપી
શ્રીલંકાઇ પોલીસ મોટરચાલકોને વરસાદ દરમિયાન ધીમી ગતિથી વાહન ચલાવવાની સલાહ આપી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં દેશના દક્ષિણ-પશ્વિમી ભાગમાં વરસાદ સ્થિતિ અને આકાશમાં વાદળ છવાયેલા રહેશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગત વર્ષે દેશમાં ભારે વરસાદના લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 92 લોકોના મોત થયા હતા અને 110 લોકો ગુમ થયા છે.