દારૂની જગ્યાએ સેનેટાઇઝર પી લેતા રશિયામાં સાત લોકોના મોત
હાલ કોરોના વાયરસના કારણે વિશ્વમાં લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ રશિયામાં એક પાર્ટીમાં લોકોએ સેનેટાઇઝર પી જતા જીવ ગુમાવવાનો વારો આપ્યો છે.
રશિયાઃ વિશ્વભરમાં લોકો કોરોના વાયરસ સામે લડત આપવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે, પરંતુ રશિયામાં એક એવી ઘટના બની છે જેમાં સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી લોકોના મોત થયા છે. રશિયાના તાતિન્કી જિલ્લાના તોમાતોર ગામમાં એક પાર્ટી ચાલી રહી હતી જેમાં દારૂની અછત સર્જાતા લોકો ભાન ભૂલ્યા અને હાજર સેનેટાઈઝર ગટગટાવી દિધું.
ઘટના એટલી ગંભીર બની ગઈ કે પાર્ટીમાં હાજર લોકોમાંથી 7 લોકોના મૃત્યુ થયા જ્યારે કેટલાક લોકો સ્થળ પર જ બેભાન થઈ ગયા. રશિયાના તાતિન્સકી જિલ્લાના તોમાતોર ગામમાં પાર્ટી ચાલી રહી હતી, જેમાં સૌ કોઈ ઝૂમી રહ્યાં હતા. નાઈટ પાર્ટી હતી એટલે સ્વભાવિક છે નાશીલા પદાર્થનો ઉપયોગ બેફામ થતો હોય, પરંતુ આ પાર્ટીમાં દારૂના રસીકો દારૂ અને સેનેટાઈઝર વચ્ચેનો ભેદ ભૂલી ગયા અને જે હાથમાં આવ્યું તે સેનેટાઈઝર ગટગટાવી દિધું. સેનેટાઈઝર પીધા પછી પાર્ટીમાં આવતા લોકોની તબિયત લથડવાની શરૂ થઈ ગઈ.
આ મહિલાએ માત્ર 3 દિવસમાં કરી 208 દેશોની યાત્રા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
પાર્ટીમાં આવેલા કેટલાક લોકો બેભાન થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.વિમાન દ્વારા 6ને યાકુત્સ્ક લઈ જવાયા અને ત્રણનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જોકે અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ થયા છે. અને બે લોકો કોમામાં જતા રહ્યં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જે સેનેટાઈઝર આરોગવામાં આવ્યું હતું તેમાં 69% મેથેનોલનું પ્રમાણ હતું. આ સેનેટાઈઝરનો ઉપયોગ રોગચાળા વકર્તો હોય ત્યારે હાથને સાફ અને સુરક્ષિત રાખવા માટે કરાતો હોય છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને સેનેટાઈઝરથી પોઈઝનિંગનો ગુનોં નોંધ્યો.
રશિયામાં બનેલી આ ઘટના પછી સરકારે લોકોને સેનેટાઈઝરનો ઉપયોગ બિલકુલ પણ ના કરવા અપીલ કરી છે. દિવસેને દિવસે રશિયામાં પણ કોરોના સંક્રમણના આંકડા સતત વધી રહ્યાં છે. અત્યાર સુધી 20 લાખ 64 હજાર 748 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 35 હજાર 778 લોકોના મૃત્યુ થયા છે.
રશિયામાં બનેલી આ ઘટના બિલકુલ સામાન્ય નથી. રશિયામાં વર્ષ 2018 પ્રમાણે સાક્ષરતા દર 99.73% છે. એટલે કે સમગ્ર રશિયામાં માત્ર 0.27% લોકો એવા છે જે નિરક્ષર છે. તેમ છતાં નિરક્ષરને શરમાવે તેવુ કૃત્ય રશિયાના સાક્ષર લોકોએ કર્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube