લંડનઃ oxford-AstraZeneca ની કોરોના વાયરસ વેક્સિનથી દુનિયાને જેટલી આશા હતી, યુરોપીય દેશોમાં તેને લીધા બાદ કેટલાક લોકોમાં જોવા મળેલી અસરથી ચિંતા વધવા લાગી છે. બ્રિટનના મેડિકલ રેગ્યુલેટરે શનિવારે કહ્યુ કે, વેક્સિન લીધા બાદ જે 30 લોકોમાં બ્લડ ક્લોટ (Blood clot) જોવા મળ્યો, તેમાંથી સાતના મોત થઈ ગયા છે. ઘણા દેશોએ હાલમાં વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે અત્યાર સુધી વેક્સિનથી બ્લડ ક્લોટનો સીધો સંબંધ સામે આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેક્સિનના ફાયદાથી જોખમ વધુ
બ્રિટનના મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ નિવેદન જારી કરી જણાવ્યું કે, 24 માર્ચ સુધી સામે આવેલા 30 કેસમાંથી 7ના મોત થયા છે. યૂકે રેગ્યુલેટરે કહ્યું કે, લોહી ગંઠાવાના 30 કેસ દેશમાં 1.81 કરોડ ડોઝ આપ્યા બાદ સામે આવ્યા છે. વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે હાલના ડેટાના આધાર પર કોરોના વાયરસ વેક્સિનના ફાયદાથી જોખમ વધુ સામે આવ્યું છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેની વેક્સિનથી લોહી ગંઠાવાનો ખતરો વધતો નથી. 


આ પણ વાંચોઃ Corona: સતત વધી રહેલા કેસને કારણે આ પાડોશી દેશમાં લૉકડાઉન, તમામ વસ્તુઓ રહેશે બંધ


આપવામાં આવી શકે છે ગમે તે વેક્સિન
Pfizer/BioNTech ની વેક્સિનને લઈને આવો કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. બ્રિટનમાં 3.1 કરોડ પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યા છે અને લોકોની પાસે કંપની પસંદ કરવાનો અધિકાર નથી. આ પહેલા યુરોપીયન મેડિસિન્સ એજન્સી (EMA) એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની સાથે વેક્સિનને સુરક્ષિત ગણાવી હતી. 7 એપ્રિલે તેને લઈ નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી શકે છે. 


ન મળ્યું રિસ્ક ફેક્ટર
બુધવારે એજન્સીએ વેક્સિનને સુરક્ષિત ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈ ઉંમર, જેન્ડર કે મેડિકલ ઈતિહાસના આધાર પર ખાસ રિસ્ક ફેક્ટર મળ્યું નથી. નેધરલેન્ડે શુક્રવારે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અહીં પાંચ નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી એકનું મોત થઈ ગયું છે. જર્મનીએ પણ પાછલા સપ્તાહે આ પગલું ભર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube