Corona: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, વાયરસ સતત બદલી રહ્યો છે રંગરૂપ, બન્યો વધુ જોખમી
ચીન (China) માં કોરોના વાયરસના જે નવા દર્દીઓ સામે આવ્યાં છે તેમાં ગંભીર સંકેત જોવા મળ્યા છે. આ નવા દર્દીઓમાં કોરોના વાયરસ (Corona Virus) ખુબ અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે. જેનાથી જાણવા મળે છે કે આ વાયરસ સતત પોતાના રંગરૂપ બદલી રહ્યો છે. આ નવા દર્દીઓને સાજા થવામાં વધુ સમય લાગી રહ્યો છે અને તેમની અંદર લાંબા સમય સુધી કોરોના વાયરસના વિષાણુ રહે છે.
બેઈજિંગ: ચીન (China) માં કોરોના વાયરસના જે નવા દર્દીઓ સામે આવ્યાં છે તેમાં ગંભીર સંકેત જોવા મળ્યા છે. આ નવા દર્દીઓમાં કોરોના વાયરસ (Corona Virus) ખુબ અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે. જેનાથી જાણવા મળે છે કે આ વાયરસ સતત પોતાના રંગરૂપ બદલી રહ્યો છે. આ નવા દર્દીઓને સાજા થવામાં વધુ સમય લાગી રહ્યો છે અને તેમની અંદર લાંબા સમય સુધી કોરોના વાયરસના વિષાણુ રહે છે.
એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે ચીનના જિલિન અને હેઈલાંગજિયાંગ વિસ્તારોમાં દર્દીઓની અંદર લાંબા સમય સુધી કોરોના વાયરસ હાજર છે. એટલું જ નહીં વુહાન (Wuhan) માં જેટલો સમય દર્દીઓને સાજા થવામા લાગતો હતો તેનાથી ઘણો વધુ સમય આ નવા દર્દીઓને લાગે છે. નેશનલ હેલ્થ કમિશન એક્સપર્ટ ગ્રુપના સભ્ય ક્યૂ હેઈબોએ કહ્યું કે દર્દીઓમાં તાવના લક્ષણ ખુબ ઓછા જોવા મળી રહ્યાં છે. વાયરસ અન્ય અંગોની જગ્યાએ તેમના ફેફસાને વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.
ચીનના બે ઉત્તર પૂર્વ પ્રાંતોમાં હાલમાં કોરોના વાયરસના નવા કેસ જોવા મળી રહ્યાં છે. જેનાથી આ વાયરસની મહામારીના સેકન્ડ વેબના આગમનનું જોખમ વધી ગયું છે. હેઈબોએ કહ્યું કે વુહાનથી વધુ સમય આ પ્રાંતમાં દર્દીઓને ઠીક થવામાં લાગે છે. તેનાથી એક દર્દીથી બીજા દર્દીમાં વાયરસના ફેલાવાનું જોખમ ઘણું વધી ગયુ છે. આવા લોકો જ્યારે પોતાના પરિવાર સાથે હોય તો કોરોનાનો ખ્યાલ રાખતા નથી જેથી કરીને સમગ્ર પરિવારમાં ચેપ ફેલાઈ રહ્યો છે.
લોસ એલમોસ નેશનલ લેબોરેટરીના જણાવ્યાં મુજબ વાયરસની કોઈ પણ એક નસ્લ વધુ સંક્રમક હોઈ શકે છે. આ બાજુ બ્રિટનના ગ્લાસ્ગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના એક અન્ય રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વાયરસમાં ફેરફાર તો આવી રહ્યો છે પરંતુ તે વાયરસની કોઈ બીજી નસ્લના લક્ષણ નથી. ચેપી રોગોના વિશેષજ્ઞ જોનાથન સ્ટોયે ચેતવણી આપી છે કે વાયરસ એક સતત બદલાતો રહેતો ટારગેટ છે. તેમણે કહ્યું કે વાયરસ સતત વિક્સિત થઈ રહ્યો છે અને પોતાના સ્વરૂપ બદલી રહ્યો છે. આપણે જાણતા નથી કે તેનું પરિણામ શું હશે.
ચીનમાં કોરોના વાયરસના નવા 16 કેસ
ચીનમાં કોરોના વાયરસના નવા 16 કેસ સામે આવ્યાં છે જેમાં લક્ષણો વગરના 15 કેસ વૈશ્વિક મહામારીનું કેન્દ્ર રહી ચૂકેલા વુહાનથી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે વુહાનની 1.12 કરોડની આખી વસ્તીની કોરોના વાયરસની તપાસ થઈ રહી છે. અને આ પ્રક્રિયા હેઠળ નવા કેસ સામે આવ્યાં છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC)એ જણાવ્યું કે મંગળવારે પાંચ કેસની પુષ્ટિ થઈ અને 16 એવા કેસ સામે આવ્યાં કે જેમાં બીમારીના કોઈ લક્ષણ નહતાં.
જિલિન પ્રાંતમાં સ્થાનિક સ્તરે સંક્રમણના ચાર નવા કેસ સામે આવ્યાં. મંગળવાર સુધીમાં જિલિન પ્રાંતમાં સ્થાનિક સ્તરે સંક્રમણના3 133 કેસ જોવા મળ્યાં જેમાંથી બે લોકોના મોત થયા અને 106 લોકો સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં. સ્થાનિક સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે હોસ્પિટલમાં હજુ પણ 25 દર્દીઓની સારવાર ચાલુ છે જેમાંથી 3ની હાલત ગંભીર છે અને તમામ જિલિન શહેરના છે. આ સાથે જ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 1181 લોકો નિગરાણી હેઠળ છે. મંગળવારે લક્ષણો વગરના નવા 16 કેસ સામે આવ્યાં જેમાંથી 15 કેસ વુહાનના છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube