Fact Check: હાલમાં જ સોશિયલ મીડિયાથી લઈને તમામ મીડિયા રિપોર્ટ્સ સુધીમાં એ વાતને લઈને ખુબ હંગામો મચી ગયો હતો કે સ્વીડનમાં સેક્સ ટુર્નામેન્ટ યોજાવવા જઈ રહી છે. તેમાં જણાવવામાં આવ્યું કે સ્વીડને સેક્સને એક ખેલ તરીકે માન્યતા આપી છે અને અહીં આ અઠવાડિયે પહેલી સેક્સ સેમ્પિયનશીપ પણ થવા જઈ રહી છે. પરંતુ જ્યારે આ ખબરની ચકાસણી કરવામાં આવી તો કઈક અલગ જ સચ્ચાઈ સામે આવી. મીડિયા રિપોર્ટ્સના તમામ દાવા ફેક સાબિત થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે '8 જૂનના રોજ સ્વીડિશ સેક્સ ફેડરેશનના માર્ગદર્શનમાં યુરોપીયન સેક્સ ચેમ્પિયનશીપ આયોજિત કરવામાં આવશે.' કઈક આવા જ પ્રકારના દાવા તમામ સોશિયલ મીડિયા પોસ્ટ અને અન્ય રિપોર્ટ્સમાં પણ કરવામાં આવ્યા. 


Fact Check માં શું સામે આવ્યું?
દાવાની ચકાસણી કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ પ્રકારની કોમ્પિટિશનની કોઈ અધિકૃત વેબસાઈટ નથી. જેમાં જણાવ્યું હોય કે ટુર્નામેન્ટ 8 જૂનના રોજ યોજાશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરના અને યુરોપના પ્રમુખ મીડિયા સંગઠનોએ આ ખબરને કવર કરી નથી કે ન તો આવી કોઈ ખબર જણાવી. જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે સ્વીડને સેક્સને ખેલ તરીકે માન્યતા આપી છે. આથી આ દાવા પર શક વધુ ગાઢ બનતો ગયો. 

Photos: એક પછી એક 3 ટ્રેનોની ટક્કર, અત્યંત દર્દનાક તસવીરો...PM મોદી જશે ઓડિશા


Watch Video: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન


800 લોકોના મોત, એ કાળો દિવસ...જ્યારે ટ્રેનના 9 ડબ્બા સીધા નદીમાં પડ્યા હતા


તેમાં થોડું વધુ રિસર્ચ કરવામાં આવ્યું તો સ્વીડીશ ન્યૂઝ આઉટલેટ Goterborgs-Posten મળ્યું. 26 એપ્રિલ 2023ના તેના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે સેક્સને ખેલ તરીકે માન્યતા આપવાની અરજી ફગાવવામાં આવી છે. સ્વીડિશ મીડિયા આઉટલેટ TV4 ના 19 જાન્યુઆરી 2023નો રિપોર્ટ મળ્યો. જેમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના ચેરમેન બજોર્ન એરિક્સનના હવાલે સ્પષ્ટ કરવામાં આવ્યું કે સેક્સને ખેલ તરીકે માન્યતા આપવામાં નહીં આવે. આ ઉપરાંત સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશને પણ આ મીડિયા રિપોર્ટ્સને ફેક ગણાવ્યા છે. 


સ્વીડિશ સ્પોર્ટ્સ કન્ફેડરેશનના કમ્યુનિકેશન અને પ્રેસ પ્રમુખે કહ્યું કે સ્વીડિશ સ્પોર્ટ્સ કન્ફેડરેશનનું ધ્યાન એ વાત પર ગયું કે આંતરરાષ્ટ્રીય મીડિયાના કેટલાક હિસ્સામાં, વર્તમાન સમયમાં એવી ખબર ફેલાવવામાં આવી રહી છે કે એક સેક્સ ફેડરેશન સ્વીડિશ સ્પોર્ટ્સ કન્ફેડરેશનનું સભ્ય બની ગયું છે. આ સ્વીડિશ ખેલ અને સ્વીડનને બદનામ કરવાના હેતુથી અપાયેલી ખોટી જાણકારી છે. કોઈ એવું સેક્સ ફેડરેશન નથી જે સ્વીડિશ સ્પોર્ટ્સ કન્ફેડરેશનનું સભ્ય બન્યું હોય. આ બધી જાણકારી ખોટી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube