ન્યૂયોર્કઃ Space Romance: પ્રેમ માટે પ્રેમી કે પ્રેમિકાને મળવા માટે સાત સમંદર પાર કરવાનો સમય હવે ભૂતકાળ બની ગયો છે. હવે અંતરિક્ષમાં પ્રેમ, રોમાન્સ અને સેક્સની તક પણ શક્ય છે. આ કોઈ સાઈ-ફાઈ ફિલ્મની વાર્તા નથી પણ વાસ્તવિકતા છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે અંતરિક્ષમાં સંબંધ બાંધવા માંગો છો, તો તમારે નાસાની આ યોજના વિશે જાણવું જ જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસાનો દાવો છે કે અત્યાર સુધી કોઈ વ્યક્તિએ સ્પેસમાં સંબંધ બનાવ્યો નથી. પરંતુ હવે તે સંભવ થઈ શકશે. NASA એ રોમાન્સની નવી દુનિયા માટે તૈયારી કરી લીધી છે. NASA એ પોતાના આ પ્રોજેક્ટને 68 માઇલ હાઈ ક્લબ નામ આપ્યું છે. 


આ ક્લબમાં સામેલ થઈને તમે તમારા પાર્ટનરની સાથે અંતરિક્ષમાં રોમાન્સ કરી શકશો, સંબંધ બાંધી શકશો. તે માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નાસાની તમામ તૈયારીઓ આ વર્ષના અંત સુધી પૂરી થઈ જશે. 


આ પણ વાંચોઃ હવે યુરોપ કે અમેરિકા નહી, અવકાશમાં માણો વેકેશન; શરૂ થશે પ્રથમ સ્પેસ હોટલ


અંતરિક્ષમાં રોમાન્સ માટે લોકો જલદી બુકિંગ કરાવી શકશે. નાસાના એસ્ટ્રોનોટ રહેલા જોસ હર્નાડેઝે સ્પેસ રોમાન્સના પ્રોજેક્ટ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે કોમર્શિયલ ફ્લાઇટ્સને ગ્રીન સિગ્નલ મળતા પ્રેમમાં કંઈક કરી છુટનારા લોકો સ્પેસ ટૂરિસ્ટ્સ બનીને રોમાન્સનો નવો રેકોર્ડ બનાવશે. 


તેણે કહ્યું કે અંતરિક્ષમાં રોમાન્સ કે સેક્સ કરવું બિલકુલ ગેરકાયદેસર નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ સ્પેસ ટૂરના ખર્ચને લઈને જોસે કહ્યું કે એક મુસાફરનું ભાડું 3 કરોડ 75 લાખ રૂપિયા હશે. મતલબ કે તમારી અને તમારા પાર્ટનરના સ્પેસ રોમાંસની કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube