Shipwreck Found: સમુદ્ર અનેક રહસ્યોથી ભરેલું છે, પ્રકૃતિના રહસ્યોની સાથે સાથે તે ઈતિહાસ પણ પોતાની અંદર સમેટીને બેસેલુ છે. આવું જ એક પ્રાચીન જહાર ઈઝરાયેલના દરિયાથી 90 કિલોમીટર દૂર સમુદ્રમાં મળી આવ્યું છે. આ જહાજ 3300 વર્ષ જૂનું છે. આ જહાજનો કાટમાળ સમુદ્રમાંથી બહાર કાઢી લેવાયો છે 


  • સમુદ્રમાંથી પ્રાચીન જહાજ મળી આવ્યું

  • આ જહાજ 3300 વર્ષ જૂનું છે. 

  • ઈઝરાયેલથી 90 કિલોમીટર દૂર મળ્યુ આ જહાજ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમુદ્રમાં હજારો વર્ષ જૂનું એક જહાજ શોધી કાઢ્યું છે. જોકે આ જહાજ બગાસું ખાતા પતાસું મળ્યું હોય એમ મળી આવ્યું છે. જહાજ ઈઝરાયલી દરિયા કાંઠેથી લગભગ 2000 મીટર નીચે સમુદ્રની ઉંડાણમાં પડેલુ હતું. જહાજના કાટમાળમાં ખજાનો પણ મળી આવ્યો છે. જેને એમ્ફોરા નામથી ઓળખવામાં આવે છે. આ જહાજ 3300 વર્ષ જૂનું હોવાનું કહી શકાય છે. ઈઝરાયેલી દરિયા કાંઠેથી તે 90 કિમી અંદર દરિયાના પાણીમાં પડેલું હતું. જેનો આકાર 40 ફૂટ છે. આ જહાજ કાંસ્ય યુગનું હોવાનું કહેવાય છે. ગત વર્ષે આ જહાજને લડંનની એક ગેસ કંપનીએ સમુદ્રના રોબોટ દ્વારા સ્કેનિંગ દ્વારા શોધવામાં આવ્યું હતું. 


અમદાવાદમાં આવશે વરસાદ, આગામી ત્રણ કલાક માટે હવામાન વિભારે જાહેર કર્યું નાવકાસ્ટ


એવું માનવામાં આવે છે કે, તે ભૂમધ્ય સાગરમાં અત્યાર સુધી મળી આવેલું સૌથી જૂનું જહાજ છે. કારણ કે, આ યુગના કેટલાક જહાજોના ટુકડા ક્યારેય જમીનથી આટલી દૂર નથી મળ્યાં. તેનાથી માલૂમ પડે છે કે, પ્રાચીન નાવિક ઊંડા સમુદ્રમાં યાત્રા કરવામાં તેમના કરતા વધુ સક્ષમ હતા, એવું ઈતિહાસકાર માને છે. શોધકર્તાઓનું માનવું છે કે, આ જહાજ તોફાન કે સમુદ્રી ડાકુઓના હુમલાથી ડૂબી ગયું હોઈ શકે છે. ઈઝરાયેલના પુરાતત્વવિદના પ્રમુખ જૈકબ શારવિટે તેને વિશ્વ સ્તર પર ઈતિહાસ બદલનાર શઓધ ગણાવી છે. 


સમુદ્રમાંથી નીકળ્યો ખજાનો
શારવિટે જણાવ્યું કે, એવું લાગે છે કે આ જહાજ સંકટમાં ડૂબી ગયું હોઈ શકે છે. તોફાન કે સમુદ્રી હુમલાને કારણે, જે કાંસ્ય યુગના અંતમાં બહુ જ પ્રસિદ્ધ હતું. શોધકર્તાઓની તેની સટીક જગ્યા બતાવી નથી. પરંતુ કહ્યું છે કે, તે જમીનથી 90 કિલોમીટર દૂર છે. જહાજ હજી પણ પાણીની નીચે છે. પરંતુ સમુદ્રી શોધકર્તાઓને તેના જગને પાણીમાંથી કાઢવામાં સફળતા મળી ગઈ છે. આ જગને એમ્ફોરા કહેવાય છે, જેનું શરીર અંડાકાર હોય છે. તેની ગરદન પાતળઈ હોય છે અને બે હેન્ડલ હોય છે. તેલ, દારૂ અને ફળ લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. 


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશે


શોધકર્તાઓ માટે મોટી શોધ 
શોધકર્તાઓનું કહેવુ છે કે, પ્રાચીન નાવિકોની નેવિગેશન ક્ષમતા વધુ સારી હતી. આ લોકો પોતાની સાથે બીજી નાવડી લઈને જતા હતા, જેથી પરત ફરવામાં સરળતા રહે. શક્ય છે કે, તેઓ પોતાની દિશા જાણવા માટે સૂર્ય અને તારાનો ઉપયોગ કરતા હતા. બે જહાજ પહેલા પણ આ સમય દરમિયાનના મળી આવ્યા છે. પરંતું તે દરિયાથી નજીક મળી આવ્યા હતા.