એક યુવા કપલને એનર્જી બિલ મળ્યા બાદ એવો જોરદાર ઝટકો લાગ્યો કે જાણે આંખે અંધારા આવી ગયા. તેમણે સવારે ફક્ત એક મિનિટ માટે એક એવું કામ કર્યું કે તેના માટે તેમને 1.9 બિલિયન પાઉન્ડ (19,146 કરોડ રૂપિયા) નું બિલ આવી ગયું. 22 વર્ષના કપલ સેમ મોટ્રમ અને મેડી રોબર્ટસનને ત્યારે એકદમ આઘાત લાગ્યો જ્યારે તેમણે પોતાના શેલ એનર્જી એપ પર આ ભારે ભરખમ બિલ જોયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપલનો દાવો છે કે તેમણે ફક્ત એક મિનિટ માટે આ ગેસ યૂઝ કર્યો હતો જે બદલ તેમને આ ભારે બિલ આવી ગયું. જ્યારે આ ખબર એક યૂઝરે વાંચી તો તેમણે કહ્યું કે જો અમને આવી જાણકારી મળત તો અમને તો હાર્ટ એટેક આવી જાત. જાણો આખરે શું છે આ મામલો....


અચાનક ગેસનું બિલ કેવી રીતે આટલું બધુ આવ્યું?
ઈંગ્લેન્ડમાં હર્ટસના હાર્પેડેનમાં  રહેતું કપલ સામાન્ય રીતે વીજળી પર લગભગ 1300 પાઉન્ડ વાર્ષિક (1 લાખ 30 હજારથી વધુ) ખર્ચ કરે છે. ધ સનમાં છપાયેલા ખબર મુજબ સેમે કહ્યું કે મેડીએ વિચાર્યું કે તેને ખોટું બિલ મળ્યું છે. તેણે વિચાર્યું કે હું બેવકૂફ બની રહ્યો છું. અમને આ જોઈને હસવું પણ આવી ગયું. મને મારા ફોન પર સૂચના મળી જેમા લખ્યું હતું કે મારે મારા ઓટો ડિટેક્ટ ડેબિટ કાર્ડને અપડેટ કરવાની જરૂર છે. ત્યારબાદ મને થોડું વિચિત્ર લાગ્યું. મને ખબર હતી કે ભાવ વધી રહ્યા હતા પરંતુ મે આટલું નહતું વિચાર્યું. 


5 સ્ટાર હોટલમાંથી પકડાયેલી સેક્સ વર્કરે કર્યો એવો ચોંકાવનારો ખુલાસો, ચેતવણી બહાર પાડવી પડી!


રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે આ દેશમાં કોન્ડોમ માટે થઈ રહી છે પડાપડી, ઊભી થઈ છે આ વિચિત્ર સમસ્યા


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube