રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે આ દેશમાં કોન્ડોમ માટે થઈ રહી છે પડાપડી, ઊભી થઈ છે આ વિચિત્ર સમસ્યા
આ દેશના લોકો કોન્ડોમ અંગે વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
Trending Photos
Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થવા જઈ રહ્યો છે. જો કે હજુ પણ બંનેમાંથી કોઈ પણ પક્ષ ઝૂકવા માટે તૈયાર નથી. આ બધા વચ્ચે આ દેશના લોકો કોન્ડોમ અંગે વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
રશિયામાં 170 ટકા વધી ડિમાન્ડ
મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેન વિરુદ્ધ જંગ શરૂ થયા બાદ રશિયામાં કોન્ડોમની ડિમાન્ડ અચાનક 170 ટકા વધી ગઈ છે. માંગ વધવાના કારણે કોન્ડોમના ભાવમાં પણ ઉછાળો આવી ગયો છે અને લોકોએ વધુ ભાવે નિરોધ ખરીદવા પડે છે. સ્થિતિ એવી છે કે રશિયામાં હવે કોન્ડોમનું રાશનિંગ કરીને વેચવામાં આવી રહ્યા છે.
લોકો કોન્ડોમના પેકેટ કરી રહ્યા છે સ્ટોર
રિપોર્ટ મુજબ યુક્રેન વિરુદ્ધ સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન શરૂ થયા બાદ દુનિયાની મોટા ભાગની મોટી કંપનીઓ રશિયા સાથે પોતાના સંબંધ તોડી ચૂકી છે. જેમાં કોન્ડોમ બનાવનારી કંપનીઓ પણ સામેલ છે. જો કે બ્રિટિશ કોન્ડોમ નિર્માતા કંપની રેકિટે હજુ સુધી રશિયામાં પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો છે. આમ છતાં રશિયાના લોકોને આશંકા છે કે આ કંપની પણ પણ પોતાનો કારોબાર જલદી સમેટી શકે છે. આથી ભવિષ્યની આશંકા જોતા કોન્ડોમના ઢગલો પેકેટ ખરીદીને સ્ટોર કરી રહ્યા છે.
કસમયની પ્રેગનેન્સીથી ડરેલા છે લોકો
એક બ્રિટિશ અખબાર મુજબ રશિયાના લોકો પ્રેગનેન્સીથી બચવા માટે કોન્ડોમનો યૂઝ કરવા પસંદ કરે છે. એક પ્રકારે આ તેમની રૂટિન જરૂરિયાતોમાં સામેલ થઈ ગયું છે. તેમને ડર છે કે જો કોન્ડોમ મળવામાં વાર લાગી તો પ્રેગનન્સીની સાથે સાથે ફેમિલી પ્લાનિંગ પણ ડિસ્ટર્બ થઈ શકે છે. આથી તેઓ રિસ્ક લેવાની જગ્યાએ ભવિષ્ય માટે કોન્ડોમના પેકેટ ખરીદવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
માંગ વધતા કોન્ડોમના ભાવ વધ્યા
રિપોર્ટ મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માર્ચના શરૂઆતના બે અઠવાડિયામાં રશિયામાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો ઉછાળો આવ્યો છે. પશ્ચિમી દેશોની કરન્સીની સરખામણીમાં રશિયાની કરન્સી રૂબલ નબળી પડી ચૂકી છે. જેના પગલે ચીજોના ભાવ વધ્યા છે. તેનાથી પ્રભાવિત થનારી વસ્તુઓમાં કોન્ડોમ પણ સામેલ છે. લોકોને ડર છે કે આવનારા દિવસોમાં કોન્ડોમના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે