Si Quey the Child Serial Killer: જ્યારે, બીજા વિશ્વ યુદ્ધનો માર દુનિયા સહન કરી રહી હતી. ત્યારે, ખાવા માટે લોકોને કેટલાક દિવસો સુધી કઈ નહોતો મળતું અને તેના કારણે લોકોને મૃતદેહ ખાવાની આદત પડી ગઈ. ચીની સેનાના જવાનોને સમય જતા આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોનું માંસ ખાવાનું ગમતું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે જે તસ્વીર જોઈ ઉપર તે તસ્વીર સી ક્વ (Si Quey)ના તાબૂતની છે. જેનાથી સમગ્ર થાઈલેન્ડ ખૌફ ખાતુ હતું. આ એ શખ્સની તસ્વીર છે, જે બાળકોનું દિલ, લીવર અને આંતરડાઓને ખાતો હતો. આ તાબૂત તે જ સિરિયલ કિલરનું છે, જેના મૃત શરીરને 60 વર્ષો સુધી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું.


બેંકોકના સિરિરાજ હોસ્પિટલમાં ફોરેન્સિક સંગ્રાહલયમાં કાંચના તાબૂતમાં બંદ આ સિરિયલ કિલરના મૃતદેહને 2021માં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મ્યુઝિયમના લોકોએ આ મૃતદેહના અંતિમ સંસ્કાર રીતિ રિવાજ સાથે કર્યા અને થાઈલેન્ડના લોકોને આની આત્મા માટે પ્રાર્થના પણ કરી જેથી આવનારા જન્મમાં તે એક ગંદી આત્માના રૂપમમાં દુનિયામાં ન આવે.


આ પણ ખાસ વાંચોઃ


Smartphone Buying Tips: નવો સ્માર્ટફોન લેવાનું વિચારતા હોય તો પહેલાં આ વાતો જાણી લો


ગાડી ઠોકી હવે નુક્સાનના પૈસા તાત્કાલિક કાઢ! એક્સિડન્ટ બાદ નુકસાની અંગે શું છે નિયમ?


લેશનની ચિંતા છોડો! શિક્ષકો પણ નહીં ઓળખી શકશે લખાણ, આ રીતે કરો કન્વર્ટ


કોણ હતો સી ક્વે?
સી ક્વે ચીનનો હતો. પણ વર્ષ 1946માં તે થાઈલેન્ડ આવ્યો હતો અને માળીનું કામ કરવા લાગ્યો હતો. આ પહેલાં તે ચીની સેનાનો સિપાહી હતો. જ્યારે, બીજા વિશ્વ યુદ્ધનો માર દુનિયા સહન કરી રહી હતી. ત્યારે, ખાવા માટે લોકોને કેટલાક દિવસો સુધી કઈ નહોતો મળતું અને તેના કારણે લોકોને મૃતદેહ ખાવાની આદત પડી ગઈ હતી. ચીની સેનાના જવાન યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ ખાયને જીવતા હતા. અને તે તેમને ગમતું પણ હતું.


સેનાની નૌકરી છોડી બન્યો સીરિયલ કિલર-
સી ક્વે આર્મીની નોકરી છોડીને થાઈલેન્ડ આવી ગયો હતો. પરંતુ તેને હજુ પણ માંસ ખાવાની ખરાબ આદત હતી. જ્યારે તેને ક્યાંય માનવ માંસ ન મળ્યું, ત્યારે તેણે નાના બાળકોને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કર્યું.


સી ક્વે હદ ત્યારે વટાવી જ્યારે બાળકોની હત્યા કરવા બાદ તેમના મૃતદેહ સાથે તે બર્બરતા આચર્તો. પહેલાં તે બાળકોનો શિકાર કરી તેમની હત્યા કરી દેતો, પછી તેમના શરીરમાંથી આંતરડા, હ્રદય અને લીવર કાઢીને ખાઈ જતો. આ બર્બરતાની કહાની ઘણા સમય સુધી ચાલતી રહી. 1958માં એક દિવસે 8 વર્ષના બાળકનું મૃતદેહ મળી આવ્યો હતો. તેના અંતિમ સંસ્કાર વખતે ગ્રામજનોનું ધ્યાન બાળકના શરીર પર ગયું તો બાળકના અંગો ગાયબ હતા. જેથી તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી.


જ્યારે, આ મામલે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે એક સીરિયલ કિલર આ ઘટનાઓને અંજામ આપી રહ્યો છે. જે બાદ થાઈલેન્ડ પોલીસે સી ક્વેની ધરપકડ કરી. જ્યારે, સી ક્વેની ધરપકડ થઈ ત્યારે, તેની ઉંમેર 32 વર્ષની હતી. અને તેને થાઈલેન્ડના ન્યાયતંત્રે મોતની સજા ફટકારી. 16 સપ્ટેમ્બર 1959ના રોજ ફાયરિંગ સ્ક્વોડે આ સાઈકો કિલરને પોતાની ગોળિયોથી મોતને ઘાટ ઉતારી દિધો હતો.


આ પણ ખાસ વાંચોઃ


ઠંડીમાં આ મોજા બની જશે Thor ના Gloves! ચપટી વગાડતાં જ હાથ થઇ જશે ગરમ, કિંમત નજીવી


PAN Card નો દૂર ઉપયોગ તો નથી થતો ને? જાણો કેવી રીતે તમારા પાનકાર્ડને સુરક્ષિત કરશો


ભારતીય અર્થવ્યવસ્થા માટે કેવું રહ્યું આ વર્ષ? જાણો 'હિસાબ-કિતાબ' ની વાત