Smartphone Buying Tips: નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યો હોય તો પહેલાં આ વાતો જાણી લો

 સ્માર્ટફોન ખરીદતા પહેલાં તમારી જરૂરીઆત સમજી લેવી જરૂરી છે. માત્ર 5જી અને કેમેરા જોઈને સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.
Smartphone Buying Tips: નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યો હોય તો પહેલાં આ વાતો જાણી લો

Smartphone Buying: સ્માર્ટફોન ખરીદતા પહેલાં તમારી જરૂરીઆત સમજી લેવી જરૂરી છે. માત્ર 5જી અને કેમેરા જોઈને સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

શું તમે પણ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યો છો? જો હા, તો આ ખાસ અહેવાલ તમારા માટે છે. માર્કેટમાં અત્યારે સ્માર્ટફોન એટલા બધા છે કે ફોન ખરીદવાનો વિચાર આવતા જ મન ભ્રમિત થઈ જાય છે. સ્માર્ટફોન ખરીદતા પહેલાં તમારી જરૂરીઆત સમજી લેવી જરૂરી છે. માત્ર 5જી અને કેમેરા જોઈને સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

બિલ્ડ ક્વોલિટી-
માર્કેટમાં 2 પ્રકારના સ્માર્ટફોન મળે છે- મેટાલિક અને પ્લાસ્ટિક. આ સિવાય, કેટલાક એવા પણ સ્માર્ટફોન અવેલેબલ છે જેમાં ગ્લાસ કોટેડ પેનલ હોય છે. જોકે ગ્લાસ કોટેડ ફોન માર્કેટમાં મર્યાદીત છે. જો તમે ફોનને વારંવાર પાડવાના આદી હોવ તો તમારે મેટાલિક અથવા તો પ્લાસ્ટિક ફોન ખરીદવો જોઈએ. આવા ફોન 2-3 ફૂટના ડ્રોપથી પણ બચી શકે છે. જ્યારે, ગ્લાસ કોટેડ હેન્ડસેટ તૂટવા આસાન છે.

ડિઝાઈન-
ડિસ્પલેનો આકાર અને રિઝોલ્યુશન આ વાત પર નિર્ભર કરે છે કે તમારો ફોનનો ઉપયોગ કેવો છે. જો તમે કાયમ વીડિયો સ્ટ્રીમ કરો છો, ફોટો અથવા વીડિયો સંપાદિત કરો છો, અથવા મૂવી ડાઉન્લોડ કરીનો જુઓ છો, તો 5.5 ઈંચથી 6 ઈંચ, ફૂલ એચડી રિઝોલ્યુશન વાળો સ્માર્ટફોન ડિસ્પલે તમારા માટે યોગ્ય સાબિત થશે. 6 ઈંચની ડિસ્પલેથી મોટી કોઈ પણ વસ્તુ માત્ર હેન્ડસેટને વજનદાર કરશે, જેને કેરી કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.

પ્રોસેસર-
એક સ્માર્ટફોનનું પ્રોસેસિંગ પાવર એક ડિવાઈસથી બીજા ડિવાઈસમાં ઓએસ વર્ઝન, યૂઆઈ, બ્લોટવેયરના આધાર પર અલગ-અલગ હોય છે. જો તમે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરો છો. જો તમે ઓનલાઈન ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટસ સંપાદિત કરો છો, ભારે ગેમ રમો છો, વીડિયો સ્ટ્રીમિંગ કે સ્પિલટ સ્ક્રીન મોડમાં એપ્સનો ઉપયોગ કરો છો. તો socની તપાસ કરો. સામાન્ય રીતે ફ્લેગશિપ પ્રોસેસર જેમ કે સ્નેપડ્રેગન 870 અને તેનાથી ઉપર અથવા મીડિયાટેક ડાઈમેન્સીટી 8100 અને તેનાથી ઉપર તમને શાનદાર અનુભવ આપી શકે છે. 

બેટરી-
સ્માર્ટફોનના ઉપયોગના આધાર પર, બેટરીનું જીવન એક યૂઝરથી બીજા યૂઝરથી અલગ હોય છે. જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ વધુ કરો છો, એપ્સ પર કામ કરો છો, ગેમ રમો છો, વીડિયો સ્ટ્રીમ કરો છો અને વિવિધ કામો કરો છો. તો ઓછામાં ઓછી 5000mAhની બેટરી અથવા તેનાથી ઉપરની બેટરીવાળો સ્માર્ટફોન તમારા માટે યોગ્ય છે. જો તમે લાઈટ યૂઝર છો તો 3000mAh વાળો હેન્ડસેટ પણ ચાલી જશે.

એલસીડી અને એલઈડી?
એલસીડી સ્ક્રિનનું ઉત્પાદન સસ્તુ છે, જેનો અર્થ તેના ઉત્પાદમાં થોડો ખર્ચ ઓછો થઈ જાય છે. જોકે, સૂરજની રોશનીમાં આ ફોનની બ્રોઈટનેસ અને વિઝિબિલિટી સારી થાય છે. વધુ બેકલાઈટના કારણે આ ફોનની બેટરી જલ્દી ખત્મ થાય છે. જ્યારે, એલઈડીની વાત કરવામાં આવે તો સ્માર્ટફોનને તે હલકું અને પાતળું બનાવે છે અને અંધારામાં સારી ઈમેજ આપે છે. જોકે, આ સ્માર્ટફોન થોડા મોંઘા પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news