ન્યૂયોર્ક: ન્યૂજર્સીમાં એક શીખ વ્યક્તિની તેના જ સ્ટોરમાં છરી મારી હત્યા કરવામાં આવી છે. ગત ત્રણ અઠવાડીયામાં શીખ સમુદાયના લોકોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. તરલોક સિંહ કાલે તેમના જ સ્ટોરમાં મૃત હાલતમાં મળ્યા હતા. તેમની છાતીના ભાગ પર છરી માર્યા નિશાન મળી આવ્યા હતા. એબીસી7એનવાઇના એક રિપોર્ટ અનુસાર એસેક્સ કાઉન્ટી અભિયોજક કાર્યાલયમાં આ હત્યા થઇ હોવાનું જણાવી રહ્યાં છે. જોકે, હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં મહેસાણાના અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા


ભારે આઘાતમાં શીખ સમુદાય
જાણવા મળી રહ્યું છે કે, સિંહ ઘણા સારા વ્યક્તિ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બાળકો જે ભારતમાં રહે છે. તેમના પરિવારે સ્ટોર બંધ કરી દીધો છે. આ ઘટનાથી શીખ સમુદાય ભારે આઘાતમાં છે.


6 વર્ષથી સ્ટોર ચલાવી રહ્યો હતા તરલોક સિંહ
રિપોર્ટના અનુસાર તરલોક સિંહ પાછલા 6 વર્ષથી અમેરિકામાં સ્ટોર ચલાવી રહ્યા હતા. નાગરિક અધિકાર સંગઠન શીખ કોલિશને ફેસબુક પોસ્ટ પર સિંહના પરિવાર, મિત્રો અને સ્થાનિક સમુદાયના લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સતત શીખ સમુદાયના લોકો પર હુમલાઓ થવાની ઘટના સામે આવી રહી છે.