નવી દિલ્હીઃ જો તમે સારા પગારમાં વિદેશમાં નોકરી કરવા ઈચ્છો છો અને ડોલર કમાવાનું સપનું છે તો આ તમારા માટે ખાસ તક છે. ભારતમાંથી દર વર્ષે લાખો લોકો અમેરિકા, યુરોપ અને અન્ય ખાડી દેશોમાં જાય છે, કારણ કે અહીં મળનાર પગાર ખુબ વધુ હોય છે. આ કડીમાં સિંગાપુરે વિદેશી કામદારો માટે જાહેર થનારા રોજગાર પાસ (ઈપી) માટે લઘુત્તમ યોગ્યતા માસિક વેતનને 5000 સિંગાપુર ડોલરથી વધારી 5600 સિંગાપુર ડોલર કર્યું છે. પરંતુ આ વધેલો પગાર
1 જાન્યુઆરી 2025થી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફેરફારનો ઈરાદો દરેક સ્તર પર સિંગાપુરને વિદેશી કાર્યદળના કૌશલના સ્તરને બનાવી રાખવાનો છે. સાથે તે નક્કી કરવાનો પણ છે કે સિંગાપુરના લોકોને સારી નોકરીઓ મળી શકે.


અત્યારે કેટલો છે લઘુત્તમ પગાર
નાણાકીય સેવાઓમાં કામ કરનારને લઘુત્તમ વેતન 5500 સિંગાપુર ડોલરથી વધારી 6200 સિંગાપુર ડોલર કરી દેવામાં આવ્યું છે. આ સેક્ટરમાં ઊંચા પગારના વલણને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. નવા પગાર ધોરણ EP ધારકોને લાગુ થશે જ્યારે તેઓ એક વર્ષ પછી પાસ રિન્યુ કરશે.


કયાં દેશોમાં કેટલો પગાર
વિશ્વમાં એવરેજ દર મહિને પગારના મામલામાં સ્વિટ્ઝર્લૅન્ડ ટોપ પર છે, અહીં  વેતન 6306 ડોલર પ્રતિ મહિનો છે, જ્યારે બીજા નંબર પર સિંગાપુર છે. પગાર આપવાના મામલામાં ત્રીજા ક્રમે લક્ઝમબર્ગ છે. આ દેશમાં દર મહિને એવરેજ પગાર 4940 ડોલર જ્યારે અમેરિકામાં તે 4672 ડોલર પ્રતિ મંથ છે. જોબ અને રિક્રૂટમેન્ટ કંપની Glassdoor પર ઉપલબ્ધ જાણકારી અનુસાર દુબઈમાં મજૂરોને મળનાર એવરેજ પગાર 2000 દિરહમ (દુબઈની મુદ્રા) છે. ભારતીય રૂપિયા અનુસાર તે વેતન 45000 છે. 


wagecentre વેબસાઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુબઈની લોકલ એનાલિસ્ટ એજન્સીઓ અનુસાર 2023માં સંયુક્ત અરબ અમીરાતમાં ગુરૂત્તમ વેતન 600-3000 દિરહમ દર મહિના વચ્ચે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 13,000થી 68000 રૂપિયા સુધી થાય છે.