નવી દિલ્હીઃ જો તમે દિવસમાં 9 કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેઠા રહો છો તો આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખતરનાક એ દૃષ્ટિએ કે તેનાથી તમારા માથે મૃત્યુનું જોખમ તોળાઈ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં આ જાણવા મળ્યું છે. બ્રિડિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, ઊંઘના સમયને બાદ કરતાં દિવસ દરમિયાન સાડા નવ કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેસી રહેવાથી વહેલા મૃત્યુ આવવાનું જોખમ વધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્વેની ઓસ્લોમાં નેર્વેજિયન સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સાયન્સિસમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. તેના માટે 36,383 પ્રતિભાગી પર સળંગ 6 વર્ષ સુધી નજર રાખવામાંઆવી હતી. આ લોકોની સરેરાશ ઉંમર 62.6 વર્ષ હતી. આ સંશોધન માટે એક્સેલેરોમીટરનો ઉપયોગ કરાયો હતો. આ ઉપકરણ હાથમાં પહેરવાનું હોય છે, જે જાગવાના કલાકો દરમિયાન ગતિવિધિનું પ્રમાણ અને તેની તીવ્રતાને ટ્રેક કરે છે. 


આ રિસર્ચ દરમિયાન 2149 એટલે કે 5.9 ટકા પ્રતિભાગીઓનું મોત થઈ ગયું હતું. ડોક્ટર્સ પણ જણાવે છે કે, આપણે દિવસમાં કલાકો સુધી બેઠા રહીએ તો તેની અસર આપણા સમગ્ર શરીર પર પડે છે. લાંબા સમય સુધી આ પ્રકારની લાઈફસ્ટાઈલના કારણે પીઠનો દુખાવો, કમરનો દુખાવો જેવી સમસ્યા તો થાય જ છે, પરંતુ સાથે જ શરીરનો મેટાબોલિઝમ દર પણ ઘટી જાય છે. જેને મેટાબોલિક સિન્ડ્રોમ પણ કહે છે. 


વધુ સમય સુધી બેસી રહેવાના કારણે ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, અનિયંત્રિત કોલેસ્ટ્રોલ અને હૃદયરોગનું જોખમ વધી જાય છે.  જો તમે વધુ સમય સુધી કમ્પ્યૂટર કે ટીવી સામે બેસો છો તો આંખો પણ નબળી પડે છે. લાંબા સમય સુધી તડકામાં બહાર ન નિકળવાના કારણે શરીરમાં વિટામીન ડીની પણ અછત પેદા થઈ શકે છે, જેના કારણે હાડકાં નબળાં પડી શકે છે. 


આ સંશોધનમાં એ પણ જોવા મળ્યું કે, દિવસમાં 300 મિનિટ એટલે કે પાંચ કલકા હળવી ફિઝિકલ એક્ટિવિટી- ધીમે-ધીમે ચાલવું કે રાંધવું, વાસણ ધોવા વગેરે કામ કે પછી 24 મિનિ મધ્યમ ગતિની એક્ટિવિટી જેમકે ઝડપથી ચાલવું જેવા કામ કરવામાંઆવે તો શારીરિક ગતિવિધિ વધવાના કારણે મૃત્યુનો દર ઘટી ગયો હતો. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાન્સ અનુસાર 18થી 64 વર્ષની ઉંમરના લોકો માટે એક સપ્તાહમાં ઓછામાં ઓછું 150 મિનિટ સુધી મધ્યમ કે 75 મિનિટ સુધી મહેનતુ શારીરિક પરિશ્રમ કરવું જોઈએ. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....