Small House High Price: જ્યારે પણ તમે નવું ઘર ખરીદો છો ત્યારે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? સારું લોકેશન, લાઈટ-પાણીની વ્યવસ્થા, ત્યાંની ટ્રાંસપોર્ટેશનની સુવિધા, પ્રોપર્ટીના ભાવ સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપશો. બધું જ બરાબર હોય તો જ તમે પૈસાનું રોકાણ કરો છો. પરંતુ જો તમને કોઈ કહે કે એક નિર્જન જગ્યાએ એક નાનું ઘર છે જેમાં લાઈટ અને પાણીની સુવિધા પણ નથી અને તેની કિંમત 3 લાખ ડોલર છે તો ? હલી ગયાને મગજના તાર ? હાલમાં બ્રિટનની એક આવી જ પ્રોપર્ટી ખૂબ ચર્ચામાં છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Gold: ચીનમાં સોનાનો આટલો મોટો ભંડાર મળ્યો કે તમે શૂન્ય ગણી ગણીને થાકી જશો!


જિંદગી મીલેગી દોબારા...! મૃત્યુ બાદ ફરી જીવિત થશે માણસ, અમેરિકાના ડૉક્ટરનો દાવો


Photos: આ 5 હોલીવૂડ સ્ટાર્સની સવાર જ પડે છે યોગથી, એમ જ નથી જળવાતું મદમસ્ત ફીગર


ઉત્તર ઈંગ્લેન્ડમાં આવેલું આ ઘર 'યોર્કશાયર કોટેજ' નામથી પ્રખ્યાત છે, જે એક સમયે રેલ્વે કામદારોનું ઘર હતું. અહીં જવા માટે ન તો કોઈ રસ્તો છે કે ન તો અહીં નજીકમાં લોકોની વસ્તી છે. આ ઘર એકદમ નિર્જન જગ્યાએ છે તેમ છતાં તેની કિંમત 3 લાખ ડોલર છે. એટલે કે લગભગ અઢી કરોડ રૂપિયા. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે અહીં લાઈટ કે પાણીની વ્યવસ્થા પણ નથી. 


આ ત્રણ બેડરૂમના ઘર સુધી પહોંચવા માટે 20 મિનિટ ચાલવું પડે છે. કારણ કે વાહન પાર્કિંગની જગ્યા ઘરથી દુર આવેલી છે. ચાલવાનો રસ્તો પણ ખૂબ પથરાળ છે. યોર્કશાયર કોટેજ યોર્કશાયર ડેલ્સ નેશનલ પાર્કની પહાડીઓની વચ્ચે આવેલું છે. જે માન્ચેસ્ટરથી ઉત્તરમાં બે કલાકના અંતરે આવે છે. આ કોટેજ હજુ પણ રેલવેની દેખરેખ હેઠળ છે. આ કોટેજ ખાસ એટલા માટે છે કે વિશ્વ યુદ્ધ દરમિયાન અહીં ત્રણ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર આ એક જ બાકી છે. પ્રકૃતિ પ્રેમી લોકો માટે આ મિલકત સ્વર્ગ સમાન છે.