જોહનિસબર્ગ: દક્ષિણ આફ્રીકા (South Africa) માં કોવિડ-19 (COVID-19)ની સારવાર માટે એક વેક્સીનનું પરીક્ષણ હેઠળ સોવેટો શહેરના એક સ્થાનિક પર તેનો પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક આ મહામારીની સારવાર શોધી રહ્યાછે જેને આખી દુનિયામાં લાખો લોકોનો જીવ લીધો છે. બ્રિટનમાં ઓક્સફોર્ડ જેન્નેર ઇંસ્ટીટ્યૂટમાં આ સંભવિત વેક્સીનને વિકસિત કરવામાં આવી છે. સોવેટો શહેરના નિવાસી મ્હલોગોં (24) સહિત 2,000 દક્ષિણ આફ્રીકી નાગરિક આંતરરાષ્ટ્રીય અધ્યનમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટ્સ યુનિવર્સિટીમાં વેક્સીન વિજ્ઞાન પ્રમુખ અને દક્ષિણ આફ્રીકા આયુર્વિજ્ઞાન અનુસંધાનની વેક્સીન અને સંક્રમણ રોગ વિશ્લેષ્ણાત્મ અનુસંધાન એકમના નિર્દેશક શબીર માધીએ મંગળવારે પ્રયોગિક આધારે રસી લગાવી. રસી લગાવ્યા પછી મ્હોલોંગોએ કહ્યું કે તે કોવિડ-19 વિશે જાણવા માંગે છે અને આ વાયરસની સારવાર શોધવામાં ડોક્ટરોની મદદ કરવા ઇચ્છે છે. 


માધીએ કહ્યું કે ''કોવિડ-19 વૈશ્વિક મહામારીના આ તબક્કામાં દક્ષિણ આફ્રીકા અને આફ્રીકા માટે ઐતિહાસિક ક્ષણ છે. દક્ષિણ આફ્રીકામાં શિયાળાથી શરૂ થનાર અને સરકારી હોસ્પિટલો પર દબાણ વધતાં અમે પહેલાંના મુકાબલે હવે રસીની વધુ જરૂરિયાત છે.' 


દક્ષિણ આફ્રીકા ઉપરાંત બ્રાજીલના 5 હજાર, બ્રિટનના 4 હજાર અને અમેરિકાના ઘણા હજારો લોકો આ વેક્સીનના પરીક્ષણમાં લાગ લેશે. કુલ મળીને 30 હજાર લોકો પર ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ આખી દુનિયામાં 100થી વધુ કોરોના વેક્સીન પર પરીક્ષણ ચાલુ છે. 


આફ્રીકા મહાદ્વીપમાં 'ઓક્સો1સીઓવી-19' નામની આ પહેલી વેક્સીન છે જેનું આ સંક્રમણ રોગની સારવાર માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ આફ્રીકામાં માર્ચથી માંડીને અત્યાર સુધી સંક્રમણના લગભગ  1,00,000 કેસ સામે આવ્યા છે અને 2,000થી વધુ લોકોના મોત થયા છે.  


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube