દક્ષિણ આફ્રિકાની રાજનીતિમાં સહારનપુરના ગુપ્તા બ્રધર્સને કારણે આવ્યો ભૂકંપ
ગુપ્તા બંધુ અજય (50), અતુલ(47) અને રાકેશ (44)નો જન્મ સહારનપુરમાં થયો હતો. આ ત્રણેય શિક્ષા-દીક્ષા સ્થાનિક જેવી જૈન કોલેજમાંથી મેળવી હતી.
એક તરફ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં 26 વર્ષ બાદ વિજયનો ધ્વજ લહેરાવ્યો છે, તો બીજીતરફ સહારનપુર સાથે સંબંધ રાખનારા ગુપ્તા બ્રધર્સને કારણે ત્યાંની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેનું પરિણામ તે આવ્યું કે આફ્રિકી નેશનલ કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ રાષ્ટ્રપતિ પદ્દેથી રાજીનામું આપ્યું પડ્યું છે. આફ્રિકી નેશનલ કોંગ્રેસ તે જ પાર્ટી છે જેણે નેલ્સન મંડેલાની આગેવાનીમાં અંગ્રેજ રાજ અને રંગભેદ વિરુદ્ધ લડાઈ લડી હતી. તેના પરિણામે દક્ષિણ આફ્રિકાને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી અને આ પાર્ટીના નેતાના રૂપમાં નેલ્સન મંડેલાએ 1994માં દેશની કમાન સંભાલી. આ પાર્ટીના નેતા જૈકબ જુમા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા તેમમે પદ્દ છોડવું પડ્યું. આ વિવાદનું કેન્દ્ર ગુપ્તા બ્રધર્સ છે, તેનો જુમાની સાથે નજીકનો સંબંધ રહ્યો છે. આ પૂરા ઘટનાક્રમની 10 ખાસ વાતો....
1. ગુપ્તા બંધુ અજય (50), અતુલ(47) અને રાકેશ (44)નો જન્મ સહારનપુરમાં થયો હતો. આ ત્રણેય શિક્ષા-દીક્ષા સ્થાનિક જેવી જૈન કોલેજમાંથી મેળવી હતી. પિતા શિવકુમારની સહારનપુરમાં રાશનની દુકાનો હતી. આ સિવાય દિલ્હીમાં તેની એક કંપની એમકેજી માર્કેટિંગ હતી. તેના માધ્યમથી મેડાગાસ્કર અને જંજીબારની નિકાસ કરતા હતા. સહારનપુરના રાની બજારમાં તેનું એક મોટુ મકાન છે.
2. 1994માં દક્ષિણ આફ્રિકા જ્યારે આઝાદ થયા બાદ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પોતાના દરવાજા ખોલ્યા તો પિતા શિવકુમારે અતુલ ગુપ્તાને ત્યાં વેપાર કરવા માટે મોકલી દીધો. અતુલ પાસે કમ્પ્યૂટરની ડિગ્રી હતી. તેણે 1.4 મિલિયન રેન્ડથી ત્યાં કમ્પ્યૂટર એસેમ્બલિંગ, માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યૂશન અને બ્રાન્ડિંગનું કામ શરૂ કર્યું. આ કંપનીની સફળતા બાદ બાકીના ભાઈઓ પણ આફ્રિકા શિફ્ટ થઈ ગયા.
3. તેની કંપની આશરે ત્રણ વર્ષમાં 97 મિલિયન રેન્ડની કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ. ત્યારબાદ તેનો બિઝનેસ માઇનિંગ, ટ્રાવેલ, એનર્જી, ટેક્નોલોજી અને મીડિયા ક્ષેત્રમાં વધતું જ ગયું. પિતાના મૃત્યુ બાદ આખો પરિવાર દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ થઈ ગયો. માતાને છોડીને તમામે આફ્રિકાની નાગરીકતા લઈ લીધી. આ સમયે ગુપ્તા બ્રધર્સને દક્ષિણ આફ્રિકાના 10 સૌથી વધુ અમિર લોકોમાં ગણવામાં આવે છે.
4. ગુપ્તા બ્રધર્સને પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના નજીકના ગણવામાં આવે છે. તેના પર રાજનીતિક ફાયદાથી બિઝનેસમાં આગળ વધવાનો આરોપ છે. જુમાની એક પત્ની, દિકરો અને ઘણા સંબંધિઓ તેની કંપનીમાં મુખ્ય પદ્દો પર છે. જુમા સરકારના ઘણા મંત્રીઓના સંબંધિઓ પણ તેની કંપનીમાં મોટા પદ પર બિરાજમાન છે.
5. હાલનો વિવાદ એક ડેરી પ્રોજેક્ટને લઈને છે. આ યોજના ગરીબોના કલ્યાણ માટે હતી પરંતુ તેના તેણે મોટા પાયે નાણાની હેરફેર કરી છે. આ સિવાય જુમા સરકારના માધ્યમથી મનમાની નીતિઓ બનાવવાનો આરોપ છે. જૈકબ જુમા સાથે તે રાષ્ટ્રપતિ બન્યા ન હતા તે પહેલાથી સંબંધ છે.
6. ત્રણ વર્ષ પહેલા દેશના તત્કાલિન ઉપ નાણામંત્રી મસોબીસી જોનાસે દાવો કર્યો હતો કે તેને નાણામંત્રાલયનું પદ અપાવવા માટે ગુપ્તા બંધુઓએ વિશ્વાસ અપાવ્યો હતો. આજ રીતે 2010માં એક સાંસદને મંત્રી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. ગુપ્તા બંધુઓ પર બિઝનેસ હેતુઓ માટે સરકારની અંદર મરજી પ્રમાણે ભરતી કરાવવાનો આરોપ લાગતો રહ્યો છે.
7. જૈકબ જુમા પર જે આરોપ છે તેમાં મુખ્યરૂપથી ખોટ્ટી રીતે ગુપ્તા બંધુઓને લાભ પહોંચાડવાનો આરોપ છે. આ સિવાય જુમા પર તેના ખાનગી ઘરને આકર્ષક બનાવવા માટે સરકારી પૈસાનો ઉપયોગ કર્યો છે. આ મુદ્દાઓ પર સંસદમાં તેની વિરુદ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યો પરંતુ તેમાં બચી ગયા બાદમાં પાર્ટીએ તેને હટાવવાનો નિર્ણય કર્યો.
8. આ સમયે જૈકબ જુમા અને ગુપ્તા પરિવારની વિરુદ્ધ આફ્રિકામાં સામાન્ય લોકોમાં બહુ ગુસ્સો છે. જોહનિસબર્ગમાં તેની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. નારાઓ લગાવવામાં આવી રહ્યાં છે.
9. ગુપ્તા બ્રધર્સનો વિશ્વના બીજા દેશોમાં પણ કારોબાર છે. છેલ્લા થોડા વર્ષોમાં તેણે દુબઈ, ઓસ્ટ્રેલિયા, તુર્કી અને અન્ય કેટલાક દેશોમાં તેના બિઝનેસનો વિસ્તાર કર્યો છે. જૈકબ જુમા પદ પરથી હટ્યા બાદ હવે ગુપ્તા બંધુઓનો વારો આવી શકે છે. ગુપ્તા બંધુઓ આફ્રિકા છોડીને ભાગી પણ શકે છે.
10. સહારનપુરમાં તેમના પરિવાર વિશે કહેવામાં આવે છે કે તે પોતાના વતન સાથે જોડાયેવા છે. સહારનપુર આવતા-જતા રહે છે અને મોટી પાર્ટીઓનું આયોજન કરીને પરિવારજનોને બોલાવે છે. સહારનપુરમાં રાની બજાર અને મિશન કમ્પાઉન્ડ વિસ્તારમાં તેના બે ઘર છે.