દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાને 15 મહિનાની જેલ, જાણો શું છે ઘટના
દક્ષિણ આફ્રિકાની સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુમાને કોર્ટની અવમાનના માટે મંગળવારે 15 મહિનાની કેદની સજા ફટકારી છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાની સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુમા (Jacob Zuma) ને કોર્ટની અવમાનના માટે મંગળવારે 15 મહિનાની કેદની સજા સંભળાવી છે. પાછલા વર્ષે નવેમ્બરમાં સ્ટેટ કેપ્ચરમાં તપાસ પંચની સામે સુનાવણીનો બહિષ્કાર કરનાર અને પછી તેમાં સામેલ થવાનો ઇનકાર કરવા માટે તેમને સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે તે પણ કહ્યું કે, સજા સસ્પેન્ડ કરી શકાશે નહીં. વિભિન્ન સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોની તપાસ કરી રહેલા પંચે કહ્યું હતું કે ઝુમાને બે વર્ષની સજા આપવામાં આવે. ઝુમાએ વારંવાર કહ્યું કે, તે પંચનો સહયોગ કરવાની જગ્યાએ જેલ જશે. બંધારણીય અદાલતના ન્યાયમૂર્તિ સિસી ખામ્પેપે દ્વારા મંગળવારની સવારે આપવામાં આવેલા ચુકાદામાં તેમણે ઝુમાના નિવેદનોને 'વિચિત્ર તથા સહન ન કરનારા' ગણાવ્યા છે.
આ પણ વાંચોઃ માસ્ક પહેર્યા વગર પેટ્રોલ સ્ટેશનમાં પહોંચી ગયા આ દેશના ડેપ્યુટી PM, ભરવો પડ્યો દંડ
ન્યાયાધીશે કહ્યુ- બંધારણીય અદાલતનું માનવુ છે કે જે વ્યક્તિ (ઝુમા) એ બે વાર ગણતંત્ર (દક્ષિણ આફ્રિકા) તેના કાયદો તથા બંધારણના શપથ લીધા, તેણે કાયદાની ઉપેક્ષા કરી, તેને નબળો ગણ્યો અને ઘણા પ્રકારે તેને ખતમ કરવાના પ્રયાસ કર્યા. ખામ્પેપેએ કહ્યુ- પીઠના મોટાભાગના ન્યાયાધીશ તે માને છે કે મજબૂત સંદેશ આપવો જોઈએ કે આ પ્રકારે અવમાનના અને ઉલ્લંઘન ગેરકાયદેસર છે અને દંડિત કરવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube