World News: માસ્ક પહેર્યા વગર પેટ્રોલ સ્ટેશનમાં પહોંચી ગયા આ દેશના ડેપ્યુટી PM, ભરવો પડ્યો દંડ

ઓસ્ટ્રેલિયામાં ગવર્નિંગ ગઠબંધન સરકાર લિબરલ પાર્ટી અને નેશનલ પાર્ટી દ્વારા બનાવવામાં આવી છે. ત્યારબાદ બરનબી નાયબ પ્રધાનમંત્રીના રૂપમાં સેવા કરનારા નેતા છે.
 

World News: માસ્ક પહેર્યા વગર પેટ્રોલ સ્ટેશનમાં પહોંચી ગયા આ દેશના ડેપ્યુટી PM, ભરવો પડ્યો દંડ

કેનબરાઃ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રધાનમંત્રી બરનબી જોયસ પર ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક પેટ્રોલ સ્ટેશનની અંદર ફેસ માસ્ક ન પહેરવા પર 200 ઓસ્ટ્રેલિયન ડોલર (151 અમેરિકી ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાની નેશનલ પાર્ટીના નેતા જોયસે પણ કોરોના વાયરસ પ્રતિબંધના ઉલ્લંઘનની ઘટનાની પુષ્ટિ કરી છે. 

તેમણે મંગળવારે સ્કાઈ ન્યૂઝ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું, હું કેલ્ટેક્સ સર્વિસ સ્ટેશનમાં ગયો હતો. હું એરપોર્ટ જઈ રહ્યો હતો, કારમાં ઈંધણ ભરી દેવામાં આવ્યું, 30 સેકેન્ડ બાદ અંદર ગયો, તો મારે દંડ તરીકે 200 રૂપિયા ચુકવવા પડ્યા. કારણ કે મેં માસ્ક પહેર્યુ નહોતું. એનએસડબ્લ્યૂ પોલીસે કહ્યુ કે, તેમને જનતાના એક સભ્ય દ્વારા પેટ્રોલ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા અને સુરક્ષા કેમેરાના ફુટેજની સમીક્ષા બાદ એક 54 વર્ષીય પુરૂષને દંડ ફટકારવામાં આવ્યો. 

ડેપ્યુટી કમિશનર ગેરી વાર્બીએ પત્રકારોને જણાવ્યું કે, તે વ્યક્તિ માફી પાત્ર હતો અને તેણે પોલીસને દ્રઢ અને નિષ્પક્ષ રહેવામાં સહયોગ કર્યો. પોલીસને રાજ્યભરમાં 27/7 તૈનાત કરવામાં આવી છે અને તે કાર્યવાહી કરશે, અને ચોક્કસપણે આર્મિડેલની ઘટના આ વાતનો પૂરાવો છે કે પોલીસ તપાસ કરશે અને કાર્યવાહી કરશે. 

ઓસ્ટ્રેલિયામાં ગવર્નિંગ ગઠબંધન સરકાર લિબરલ પાર્ટી અને નેશનલ પાર્ટી દ્વારા બનાવવામાં આવી છે. ત્યારબાદ બરનબી નાયબ પ્રધાનમંત્રીના રૂપમાં સેવા કરનારા નેતા છે. જોયસ પહેલા 2016થી 2018 સુધી નાયબ પ્રધાનમંત્રીના રૂપમાં કાર્યરત હતા, જ્યારે તેમમે યૌન શોષણના આરોપો બાદ રાજીનામું આપ્યુ, પરંતુ તેમણે આરોપોનું ખંડન દ્રઢતાથી કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news