નવી દિલ્હી: કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)ની શોધ વચ્ચે એક સારા સમાચાર છે. સાઉથ કોરિયા (South Korea)એ કોરના વાયરસ (Coronavirus)ની સારવાર માટે રેમડેસિવીર (Remdesivir)ના આપાતકાલીન ઉપયોગની પરવાનગી આપી છે. આ નિર્ણય દક્ષિણ કોરિયાની એક સરકારી પેનલની ગત સપ્તાહ એન્ટી વાયરલ દવાના અન્ય દેશોમાં પોઝિટિવ પરિણામ મળ્યા બાદ લીધો છે. જો કે, આ દવા કોરોના દર્દીઓને દિવસમાં એકવાર જ આપી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PM મોદીની સુરક્ષાને લઇ ટૂંક સમયમાં થઈ શકે છે આ નિર્ણય, લાગુ થશે આ નિયમ


ગિલેડ સાયન્સ (Gilead Sciences)એ સોમવારે કેટલીક વિગતો આપી હતી, પરંતુ કહ્યું હતું કે ટૂંક સમયમાં સંપૂર્ણ પરિણામો તબીબી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે. કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે સકારાત્મક પરિણામ આપતી રેમડેસિવીર પ્રથમ દવા છે. મંગળવારે દક્ષિણ કોરિયાના ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી મંત્રાલયે આ જાહેરાત કરી હતી.


આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં Cyclone Nisargaનો કહેર, વૃક્ષો ધરાશાયી, ઘરોને પણ પહોંચ્યું નુકસાન


એક અહેવાલ મુજબ, રેમડેસિવીરથી સોમવારના કોરોના (COVID-19)ના દર્દીઓને થોડો ફાયદો મળ્યો હતો. અમેરિકન ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ગત માસ યુનાઇટેડ રાજ્ય સરકારના એક અભ્યાસના પરિણામોના અહેવાલ આપતા આપાતકાલીન ઉપયોગની મંજૂરી આપી હતી. અભ્યાસ મુજબ, આ દવા સાથે હોસ્પિટલમાં દાખલ થવાનો સમયગાળો 31% અથવા લગભગ ચાર દિવસનો છે. જાપાનના આરોગ્ય અધિકારીઓએ પણ ડ્રગના ઉપયોગને મંજૂરી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube