PM મોદીની સુરક્ષાને લઇ ટૂંક સમયમાં થઈ શકે છે આ નિર્ણય, લાગુ થશે આ નિયમ
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષાને લઇ કેન્દ્ર સરકાર વધુ એક મહત્વના પગલા લેવા જઈ રહી છે. જેના અંતર્ગત પીએમ મોદી (PM Modi)ના રાજ્યોના પ્રવાસ પર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (Special Protection Group)ના કમાન્ડોની ડ્યૂટી લાગશે.
જાણકારોનું માનીએ તો, કેન્દ્ર સરકાર રાજ્યોમાં પ્રવાસ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા વધુ ટાઈટ કરવા માટે માત્ર એસપીજીના અનુભવી પોલીસ અધિકારીઓને જ તૈનાત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ગત વર્ષ પૂણેમાં ડીજીપી અને આઈજીપીની હાજરીમાં આ મામલે ચર્ચા થઈ હતી.
કેન્દ્રએ રાજ્યને એવું પણ જણાવ્યું છે કે, એસપીજી (SPઉ) અને એનએસજી (NSG)માં ભરતી થતા પોલીસ અધિકારીઓ માટે એક મહિનો ટ્રેનિંગ કોર્સ આયોજિત કરાવમાં આવે. રાજ્યમાં તેમના પોલીસ કર્મચારીઓને પણ પ્રશિક્ષણ આપવાનો આદેશ કર્યો છે.
આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય પોલીસ દળની એસપીજી (SPG) પ્રશિક્ષણનો અનુભવ પ્રદાન કરવાનો છે. કેન્દ્રીય સુરક્ષા પ્રતિષ્ઠાન (CSE)માં તૈનાત એક સૂત્રએ કહ્યું કે એસપીજી (SPG)ને પીએમની નજીકની સુરક્ષાની જવાબદારી મળેશે. જ્યારે રિટાયર એસપીજી અને અન્ય સૈન્ય કર્મચારીઓને અન્ય સુરક્ષાની જવાબદારી સૌંપી રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે