નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના દિવંગત રાષ્ટ્રપતિ કિમ ડેઇ-જુંગ (Kim Dae-Jung)ના પૂર્વ સહયોગી ચાંગ સોંગ-મીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની લથડતી તબિયતને લઇને ફરી એકવાર અટકળોનો દોર શરૂ થયો છે. ચાંગ સોંગ-મીન (Chang Song-min)ના અનુસાર ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) કોમામાં છે. એટલું જ નહીં તેમની બહેન કિમ યો-જોંગ (Kim Yo-jong)ને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોને સંભાળવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ કોરિયા હેરાલ્ડના જણાવ્યા અનુસાર તેમણે ચીનના એક સ્ત્રોત પાસેથી આ માહિતી મેળવી હોવાનો દાવો કર્યો હતો.


આ પણ વાંચો:- સાવધાન: પૃથ્વી તરફ વધી રહ્યો છે આ મોટો ખતરો, જાણો શું કહ્યું NASAએ...


દક્ષિણ કોરિયન મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં ચાંગ સોંગ-મીને કહ્યું, મારું આકલન છે કે તે કોમામાં છે, પરંતુ તેમનું જીવન સમાપ્ત થયું નથી. જો કો, એક સંપૂર્ણ ઉત્તરાધિકાર સંરચનાની રચના કરવામાં આવી નથી, તેથી કિમ યો-જોંગને સામે લાવવામાં આવી રહી છે, કેમ કે તે લાંબા સમય સુધી તેને ખાલી રાખી શકાય નહીં.'


એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે ઉત્તર કોરિયા (North Korea)ની મીડિયા દ્વારા તાજેતરના મહિનાઓમાં કિમ જોંગ ઉનની તસવીરો નકલી છે. ચાંગના જણાવ્યા મુજબ, સત્તાની સંરચના અનુસાર, કિમ યો-જોંગ તેના ભાઈ કિમ જોંગ ઉનને સંભાળી શકે છે.


આ પણ વાંચો:- US રાષ્ટ્રપતિ ચૂંટણી: જોવા મળ્યો ભારતનો દબદબો, ટ્રમ્પના પ્રચાર VIDEOમાં PM મોદી


ત્યારે દક્ષિણ કોરિયા (South Korea)ની ડિટેક્ટીવ એજન્સીએ દેશના રાજકીય નેતાઓને કહ્યું છે કે ઉત્તર કોરિયાના નેતાએ તેના કેટલાક વિશ્વસનીય સાથીઓને અધિકાર અને જવાબદારીઓ સોંપી છે. જો કે, કોરિયા હેરાલ્ડે કહ્યું હતું કે રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી અનુસાર, આ પરિવર્તન કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા સાથે જોડાયેલ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર