સિઓલ: ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સપ્ટેમ્બરમાં પ્યોંગયાંગમાં શિખરવાર્તા માટે રાજી થઈ ગયા છે. દક્ષિણ કોરિયાની યોનહાપ સમાચાર એજન્સીએ આજે આ જાણકારી આપી. બંને દેશોના અસૈન્યીકૃત ક્ષેત્રમાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ ફેસલો લેવાયો. યોનહાપે સટીક તારીખની જાણકારી આપ્યા વગર જોઈન્ટ સ્ટેટમેન્ટના હવાલે કહ્યું કે બંને પક્ષ યોજના મુજબ સપ્ટેમ્બરમાં પ્યોંગયાંગમાં દક્ષિણ-ઉત્તર શિખરવાર્તા કરાવવા માટે બેઠકમાં સહમત થયાં. જો દ.કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન ઉત્તર કોરિયાની રાજધાની જશે તો આ એક દાયકાથી ઓછા સમયમાં આવો પહેલો પ્રવાસ હશે. મૂન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે એપ્રિલમાં પહેલી ઐતિહાસિક શિખર વાર્તામાં તેઓ એ વાત પર સહમત થયા હતાં કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પ્યોંગયાંગ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ સ્તરીય બેઠક ઉ.કોરિયાના અસૈન્યકૃત વિસ્તારના એક ગામમાં થઈ રહી છે
આજની ઉચ્ચસ્તરીય બેઠક ઉ.કોરિયાના અસૈન્યકૃત વિસ્તારના એક ગામમાં થઈ રહી છે. ઉ.કોરિયાએ ગત સપ્તાહે આ બેઠકનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ બેઠક એવા સમયમાં થઈ રહી છે જ્યારે અમેરિકાએ ઉ.કોરિયા પર પ્રતિબંધો લગાવ્યાં છે. ઉ.કોરિયાના પ્રમુખ પ્રતિનિધિ રી સોન ગ્વોને એક નિવેદનમાં કહ્યું કે 'ઉ.કોરિયા અને દ.કોરિયાના નેતાઓની પ્યોંગયાંગ વાર્તા પર ચર્ચા કરવામાં આવી રહી છે તો મને લાગે છે કે આ મુદ્દે વાત કરવાથી લોકોની ઈચ્છાઓનો જવાબ મળશે.'



તેમણે કહ્યું કે અમે એક એવા યુગની શરૂઆત કરી છે કે જ્યાં અમે એકબીજાના રસ્તામાં રોડા અટકાવવાની જગ્યાએ હાથ મિલાવી રહ્યાં છીએ. આ મેળમિલાપ થતાં ઉ.કોરિયા વિરુદ્ધ તેના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો માટે લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના પગલે બંને કોરિયાઈ દેશો આર્થિક સહયોગ કરી શકશે નહીં. સિઓલથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા દ.કોરિયાના યુનિફિકેશન મંત્રી ચો મ્યોંગ ગ્યોને કહ્યું કે બંને દેશોનું વલણ એક સરખું છે તે મહત્વનું છે. 


ચોએ કહ્યું કે અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે પરંતુ મને લાગે છે કે આ વિચાર સાથે કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ચોએ સંભાવના વ્યક્ત કરી કે ઉત્તર કોરિયા તેની સામે રખાયેલા પ્રતિંબધોનો મુદ્દો ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે અમે ઉ.કોરિયા સમક્ષ અમારું વલણ સ્પષ્ટ કરીશું. બંને પાડોશી દેશો વચ્ચે આ વર્ષે ઝડપથી શરૂ થયેલા મેળ મિલાપે જૂનમાં સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ વચ્ચે ઐતિહાસિક શિખરવાર્તાનો માર્ગ પ્રશસ્ત કર્યો. 


આ દરમિયાન અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ થલગ પડેલા ઉત્તર કોરિયા પર કડક પ્રતિબંધ લગાવી જારી રાખવાની ભલામણ કરી છે. વિશ્લેષકોનું કહેવું છે કે મૂન અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.