કૈલિફોર્નિયા : જંગલમા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો, 7552 એકર જંગલ ખાખ
લોસ એન્જલસ કાઉન્ટિમાં સેડલેરીઝ ફાયર દક્ષિણ કેલિફોર્નિયામાં સૌથી ભીષણ આગ લાગી છે જેના કારણે 7552 એકર જંગલ બળીને ખાખ થઇ ચુક્યું છે.
સાન ફ્રાંસિસ્કો : દક્ષિણી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામક દળના કર્મચારીઓ સતત પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સ્થાનીક રહેવાસીઓને ત્યાંથી કાઢવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. લોસ એન્જલસ અગ્નિ વિભાગે (LAFD) શનિવારે જણાવ્યું કે, લોક એન્જસન્લ કાઉન્ટિમાં સેડલેરિજ ફાયર દક્ષિણ કેલિફોર્નિયામાં સૌથી ભીષણ છે અને તેના કારણે 7552 એકર જંગલ સળગી ચુક્યું છે. જે કુલ જંગલના 19 ટકા હતું. સમાચાર એજન્સી સિન્હુઆએ એલએએફડીના હવાલાથી કહ્યું કે, આગળથી 31 ઇમારતો સળગી ચુકી છે. આગ પર કાબુ મેળવવા માટે 1 હજારથી વધારે અગ્નિશામક કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે અને એક લાખથી વધારે લોકોને તેમનું ઘર છોડીને જવા માટે કહેવામાં આવ્યું છે.
ડુંગળી બાદ હવે લસણે બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !
એલએએફડીએ કહ્યું કે, આગના કારણે એક નાગરિકનું મોત થઇ ગયું. આ હૃદયાઘાત થયો હતો અને તેનું મોત હોસ્પિટલમાં થયું. તે ઉપરાંત બે અગ્નિશામક કર્મચારીઓ પણ મામુલી રીતે ઘાયલ થઇ ચુક્યા છે. લોસ એન્જલસ કાઉન્ટિ ફાયર ડિપાર્ટમેન્ટના અધિકાર ક્ષેત્રમાં તે આદેશોને હટાવી દેવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક નિવાસીઓને ઘર છોડીને જવા માટે કહેવામાં આવ્યું હતું.
વાહ સરકાર હોય તો આવી! શહેરમાં પાણી ભરાવા મુદ્દે 22 કર્મચારીઓ પર કાર્યવાહી
લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે PM મોદીએ ઉખાડી ફેંકી: શાહ
અધિકારીઓએ કેટલાક નિવાસીઓને જરૂરી વસ્તુઓ લાવવા માટે ઘર જવાની પરવાનગી આપી છે, પરંતુ માત્ર પોલીસ કાફલા સાથે યુએસ નેશનલ વેદર સર્વિસે લોસ એન્જલસ અને આસપાસના ક્ષેત્રો માટે રેડ ફ્લેગ ચેતવણી ઇશ્યું કરી છે. ઓછી આદ્રતા અને સતત ચાલી રહેલા વરસાદના કારણે આગ ફેલવાનો ખતરો પણ વધી રહ્યો છે.