ડુંગળી બાદ હવે લસણે બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !

લસણની મોંઘવારીએ ભોજનનો સ્વાદ બગાડી દીધો છે, ડુંગળી અને ટમેટાને કારણે લોકો પહેલાથી જ પરેશાન છે હવે લસણનો ભાવ આસમાનને સ્પર્શી રહ્યો છે

Updated By: Oct 13, 2019, 07:10 PM IST
ડુંગળી બાદ હવે લસણે બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !

નવી દિલ્હી : લસણની મોંઘવારીએ ભોજનનો સ્વાદ બગાડ્યો છે. ડુંગળી ટમેટાની મોંઘવારીના કારણે લોકો પહેલાથી જ પરેશાન છે, હવે લસણનો ભાવ પણ આસમાને સ્પર્શી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દુકાનો પર લસણ 300 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. જો કે લસણના જથ્થાબંધ ભાવમાં ગત્ત 2 અઠવાડીયામાં કોઇ ખાસ પરિવર્તન થયું નથી, પરંતુ રિટેલમાં લસણ 250-300 રૂપિયા પ્રતિ કિલો મળવા લાગ્યું છે. જે બે અઠવાડીયા પહેલા 150-200 રૂપિયા પ્રતિ કિલો હતું. દેશમાં આ વર્ષે લસણનું ઉત્પાદન ગત વર્ષે 76 ટકાથી વધારે રહેવા છતા તેના ભાવમાં ખુબ જ વધારો થયો છે.

લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે મોદીએ ઉખાડી ફેંકી: અમિત શાહ
દેશની મુખ્ય લસણની બજાર મધ્યપ્રદેશના નીમચ, મંદસોર અને રાજસ્થાનના કોટાના વેપારીઓએ જણાવ્યું કે વરસાદના કારણે સ્ટોકમાં રાખેલ લસણ ખરાબ થઇ જવાથી સપ્લાયનો દુષ્કાળ પડ્યો છે. જેના કારણે કિંમતોમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં મદર ડેરીના બુથ પર લસણ 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં શાકબાજીની દુકાનો પર લસણ 250-300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. લસણના મુખ્ય ઉત્પાદક રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય હિસ્સાઓમાં પણરિટેલમાં ભાવ 200 રૂપિયા કિલોથી વધારેની જ છે.

ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી

PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'
જો કે નિમચ માર્કેટમાં લસણનો જથ્થાબંધ ભાવ ગત્ત 30 સપ્ટેમ્બર જેટલું હતું. સરેરાશ તે જ ભાવ પર ગત્ત શનિવારે લસણ વેચાયું. નીચમમાં શનિવારે અલગ અલગ ક્વોલિટીના લસણનો બાવ 8000-17 હજાર રૂપિયા ક્વિન્ટલ  હતો. વેપારી સુત્રો પાસેથી મળતી માહિતી માહિતી અનુસાર, સ્પેશ્યલ ક્વોલિટીનું લસણ જો કે 21,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વેચાયો.

રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?
કોટામાં લસણનો જથ્થાબંધ ભાવ 7 હજાર અને 17500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું. નીમચના વેપારી પીયૂષ ગોયલે જણાવ્યું કે, આવક ઘણી ઘટી ગઇ, કારણ કે જેમની પાસે લસણ છે, તે ભાવ વધવાની રાહ જોઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ લસણની આવક 4 હજારથી 5 હજાર બોરી (1 બોરીમાં 50 કિલો) છે, જ્યારે પીક આવકની સીઝન દરમિયાન નીચમાં લસણની આવક 20 હજાર બોરીથી વધારે રહે છે.

દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે: RSS ચીફ મોહન ભાગવત
ગોયલે જણાવ્યું કે, ભાવ વધવાનું એક કારણ એવું પણ છે કે મોનસુન સિઝનના અંતે થયેલા વરસાદના કારણે વાવણી મોડી થઇ છે, જેના કારણે પાકની આવકમાં મોડુ થશે. રિટેલ વેપારીઓ ત્યાં લણ લસણ 200 રૂપિયા કિલોથી વધારે ભાવમાં વેચી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો આવક આ જ પ્રમાણે ઘટતી રહેશે તે આગામી દિવસોમાં લસણની કિંમતમાં વધારો થઇ શકે છે.

PM મોદીના ભત્રીજીનું પર્સ છીનવીને ફરાર થયેલા બદમાશને પોલીસે દબોચ્યો
કોટાનાં વેપારી ઉત્તમચંદે જણાવ્યું કે, વરસાદની સિઝનમાં ખેડૂતો પાસે મુકાયેલું લસણ ભેજના કારણે ખરાબ થઇ ચુક્યું છે. જેના કારણે સ્ટોક પણ ઓછો છે. જેના કારણે કિંમતોમાં વધારો થયો છે. કૃષીમંત્રાલય દ્વારા વાણિકી પાકનાં ત્રીજા આગોતરા ઉત્પાદન અનુસાર 2018-19માં 28.36 લાખ ટન લસણનું ઉત્પાદન છે, જ્યારે ગત્ત વર્ષે 16.11 લાખ ટન હતું. આ પ્રકારે ગત્ત વર્ષની તુલનાએ આ વર્ષે લસણનું ઉત્પાદન 76 ટકાથી વધારેનો છે. ભારત લસણના મુખ્ય ઉત્પાદક દેશોમાં છે, જ્યારે ચીન વિશ્વનું સૌથી મોટો લસણ ઉત્પાદક દેશ છે.