જાણો કોણ છે આ ચાર લોકો, જે અવકાશયાત્રી નથી પરંતુ પૈસાના દમ પર ગયા છે અંતરિક્ષના પ્રવાસે
Space Civilian Mission: એલન મસ્કની કંપની સ્પેસ એક્સ તરફથી ઓલ સિવિલિયન ક્રૂને અંતરિક્ષમાં મોકલ્યાં છે. ત્યારે તમારે એ જાણી લેવું જોઈએ કે આ અવકાશયાત્રી નથી પરંતુ પૈસાના દમ પર તે અંતરિક્ષની મુસાફરી કરવા રવાના થઈ ગયા છે.
નવી દિલ્હીઃ અબજોપતિ એરોનેટ રિચાર્ડ બ્રેસ્નન અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ પછી ફરી કેટલાંક અરબપતિ લોકો અંતરિક્ષમાં જવા માટે તૈયાર છે. આ વખતે ખાસ વાત એ છે કે સ્પેસ એક્સ તરફથી ઓલ સિવિલિયન ક્રૂને સ્પેસમાં મોકલવામાં આવી રહ્યા છે. એટલે તેમાં ચારેય સામાન્ય માણસ જ અંતરિક્ષમાં જશે. આ મિશનને ઈન્સ્પિરેશન-4 નામ આપવામાં આવ્યું છે. જેમાં 4 સામાન્ય માણસ અવકાશયાત્રી બન્યા વિના અંતરિક્ષમાં જવાના છે. માનવામાં આવી રહ્યું છે કે સ્પેસ એક્સ આવું કરીને એક ઈતિહાસ રચી દીધો છે. પહેલાં ઓલ-સિવિલિયન ક્રૂને સ્પેસમાં મોકલી ઈતિહાસના પન્નાઓમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે આ ખાસ સિવિલિયન ક્રૂમાં કયા-કયા લોકો છે જે એસ્ટ્રોનોટ બન્યા વિના અંતરિક્ષની મુસાફરીએ રવાના થયા છે.
1. જેયર્ડ ઈસાકમેન:
આ ખાસ ક્રૂની જવાબદારી ઈસાકમેનની હશે. જે ઈ-કોમર્સ ફર્મ Shift4 Paymentsના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમણે વર્ષ 1999માં પોતાના ઘરના બેઝમેન્ટથી કંપનીની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે તે સમયે ઈસાકમેન માત્ર 16 વર્ષના હતા. હવે તેમની કંપની 1200 કર્મચારીઓની સાથે લીડિંગ પેમેન્ટ ટેકનોલોજી કંપની છે. ઈસાકમેનને ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી બિઝનેસ લીડર્સમાંથી એક માનવામાં આવે છે. તે પ્રોફેશનલ પાઈલટ છે અને પોતાની પાઈલટ ટ્રેનિંગ કંપની દ્વારા અમેરિકી એરફોર્સના પાઈલટ્સને ટ્રેનિંગ આપવામાં આવી હતી.
2. હેયલી આર્કેનો:
આ ક્રૂમાં સૌથી વધારે ચર્ચા હેયલીની થઈ રહી છે. એક તો પોતાની ઉંમરના કારણે તેને ખાસ ઓળખ મળી રહી છે. જોકે 29 વર્ષની હેયલી અંતરિક્ષમાં જનારી સૌથી નાની ઉંમરની અમેરિકી નાગરિક બનશે. તે કેન્સર સર્વાઈવર છે. જેણે બોન કેન્સરને માત આપી છે. વર્ષ 2014માં ગ્રેજ્યુએશન કરનારી હેયલીની સારવાર હવે પૂરી થઈ ગઈ છે અને તે St. Judeની સાથે કામ કરી રહી છે. તે એક મેડિકલ ઓફિસર તરીકે અંતરિક્ષમાં જઈ રહી છે.
3. ક્રિસ સેમ્બ્રોસ્કી:
સ્પેસ એક્સની વેબસાઈટ પ્રમાણે આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 42 વર્ષના ક્રિસ અમેરિકી એરફોર્સના પાઈલટ રહ્યા છે. અને બાળપણથી સ્પેસ સાથે જોડાયેલ મિશનમાં તેમની રૂચિ રહી છે. પોતાના કોલેજ ટાઈમમાં તે અનેક સ્પેસ પ્રોગ્રામ સાથે જોડાયેલા રહ્યા છે. હાલ સેમ્બ્રોસ્કી Aerospace Industryમાં ક્રિસ એરોસ્પેસ અને ડિફેન્સ નિર્માતા કંપની લોકહીડ માર્ટિનની સાથે કામ કરી રહ્યા છે.
4. શોન પ્રોક્ટર:
સ્પેસ એક્સ અનુસાર 51 વર્ષીય પ્રોક્ટર એરિઝોનાના એક કોલેજમાં જિયોલોજીના પ્રોફેસર છે. સાથે જ તેમની ઓળખ જિયોસાઈન્ટિસ્ટ, એક્સપ્લોરર, સાયન્સ કમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ તરીકે પણ છે. તેમના પિતા પણ નાસા સાથે જોડાયેલા રહ્યા છે અને તેમણે એનલોગ એસ્ટ્રોનોટની ભૂમિકા ભજવતાં ચાર એનાલોગ મિશન પૂરું કર્યું છે. તે પોતે અનેકવાર નાસાના સ્પેસ પ્રોગ્રામમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.