દુનિયામાં કોઈપણ જગ્યાએ 1 કલાકમાં હથિયારોની ડિલિવરી કરશે અમેરિકા, બનાવશે નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
ચીન સાથે વધતા ખતરાનો સામનો કરવા માટે અમેરિકાએ પોતાની સૈન્ય શક્તિને વધારવાની જાહેરાત કરી છે. હાલમાં યૂએસ નેવી માટે બેટલ ફોર્સ 2045ની જાહેરાત કર્યા બાદ હવે અમેરિકાએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.
વોશિંગટનઃ ચીન સાથે વધતા ખતરાનો સામનો કરવા માટેઅમેરિકાએ પોતાની સૈન્ય શક્તિને વધારવાની જાહેરાત કરી છે. હાલમાં યૂએસ નેવી માટે બેટલ ફોર્સ 2045ની જાહેરાત કર્યા બાદ હવે અમેરિકાએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી સેના અમેરિકી પ્રાઇવેટ અંતરિક્ષ એજન્સી સ્પેસએક્સની સાથે મળીને એક એવા રોકેટનું નિર્માણ કરી રહ્યું છે જે વિશ્વભરમાં ગમે ત્યાં હથિયારો માત્ર 60 મિનિટમાં પહોંચી શકે છે. અમેરિકી રક્ષામંત્રાલયે થોડા દિવસ પહેલા જ એલન મસ્કના સ્પેસએક્સની સાથે મિસાઇલ ટ્રેકિંગ સેટેલાઇટ બનાવવા માટે 149 મિલિયન ડોલરનો સોદો કર્યો હતો.
યૂએસ ટ્રાન્સપોર્ટ કમાન્ડના જનરલે કરી પુષ્ટિ
બુધવારે એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કરતા યૂએસ ટ્રાન્સપોર્ટ કમાન્ડના પ્રમુખ જનરલ સ્ટીફન લિયોન્સે નવા સોદાને જાહેર કર્યો. જનરલ લિયોને કહ્યુ કે, સ્પેસએક્સ હવે આ મહત્વકાંક્ષી પરિયોજનાના તકનીકી પડકારો અને ખર્ચનું મૂલ્યાંકન કરશે. જનરલ લિયોન્સે કહ્યુ કે, આ ટેકનીકનું શરૂઆતી પરીક્ષણ 2021માં આયોજીત થઈ શકે છે.
74,000 કિલોથી વધુ વજન ઉઠાવી શકે છે સી-17
તેમણે જણાવ્યું કે, મિલિટ્રીનો હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17 ગ્લોબમાસ્ટર એક વારમાં જેટલો ભાર ઉઠાવી શકે છે એટલો ભાર એક કલાકથી અંદર દુનિયાના કોઈપણ ખુણામાં પહોંચાડી શકે છે. અમેરિકી વાયુ સેનાની સત્તાવાર વેબસાઇટ અુસાર, સી-17 ગ્લોબમાસ્ટર 74,000 કિલોગ્રામથી વધુના પેલોડ લઈ જઈ શકે છે.
બાંગ્લાદેશમાં બળાત્કારીઓને અપાશે ફાંસી, શેખ હસીના કેબિનેટે કાયદાને આપી મંજૂરી
સૌથી વિશ્વાસપાત્ર એરક્રાફ્ટ છે સી-17 ગ્લોબમાસ્ટર
મહત્વનું છે કે સી-17 ગ્લોબમાસ્ટર અમેરિકી એરફોર્સનું સૌથી મજબૂત અને વિશ્વાસપાત્ર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. ભારતની પાસે પણ એરક્રાફ્ટ ઓછામાં ઓછી 10ની સંખ્યામાં હાજર છે. તેની કિંમત 217 મિલિયન ડોલર પ્રતિ વિમાન છે, જે 949 કિલોમીરટ પ્રતિ કલાકની વધુની ગતિથી ઉડાન ભરી શકે છે.
12070 કિમી પ્રતિ કલાક હશે રોકેટની સ્પીડ
સી-17 ગ્લોબમાસ્ટરની તુલનામાં સ્પેસએક્સ એક હાઈ-સ્પીડ રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે, જે 12070 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઉડાવવામાં સક્ષમ હશે. તેનો મતલબ છે કે આ રોકેટ એકવારમાં સી-17 ગ્લોબમાસ્ટરની બરાબર કાર્ગો ઉઠાવીને અમેરિકામાં ફ્લોરિડાથી અફઘાનિસ્તાનની યાત્રા 1 કલાકમાં પૂરી કરવા સક્ષમ હશે.
ઉત્તર કોરિયાની જનતા સામે રોવા લાગ્યા તાનાશાહ Kim Jong Un, માગી માફી
આ કંપની પણ સ્પેસએક્સનો આપશે સાથ
એક બીજી કંપની એક્સપ્લોરેશન આર્કિટેક્ર્ચર કોર્પોરેશન (XARC) પણ અમેરિકા સેના માટે એક ઉચ્ચ ગતિ રોકેટ બનાવવા માટે એલોન મસ્કની સ્પેસએક્સની સાથે આ પરિયોજના પર કામ કરશે. સપ્ટેમ્બરમાં સ્પેસએક્સે અમેરિકી અંતરિક્ષ દળની સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા જેથી તે રાષ્ટ્રીય સુરક્ષા પેલોડ લઈ જવા માટે રોકેટનો ફરી ઉપયોગ કરી શકે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube