મેડ્રિડઃ સ્પેનમાં કોરોના વાયરસે ફરી એકવાર પોતાનો કહેર શરૂ કરી દીધો છે. છેલ્લા બે દિવસમાં સંક્રમણને કારણે મૃત્યુઆંકના આંકડામાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે. સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, 757 લોકોના મોતની સાથે દેશમાં સંક્રમણથી મૃત્યુઆંક વધીને 14,555 સુધી પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે, વિશ્વમાં ઇટાલી બાદ સૌથી વધુ પ્રભાવિત સ્પેનમાં સંક્રમિતોની સંથ્યા 4.4 ટકાના વધારા સાથે  146,690 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા ગુરૂવારે કોરોના સંક્રમણથી મોતોનો આંકડો વધીને 950 સુધી પહોંચ્યો હતો. પછી સતત ચાર દિવસ સુધી ઘટાડો નોંધાયો પરંતુ મંગળવારે અચાનક મોતના આંકડામાં વધારો થયો હતો. બુધવારે મોત અને સંક્રમણના નવા  મામલામાં વધારો જોવા મળ્યો હતોય નવા આંકડા જારી થયા બાદ સ્વાસ્થ્ય મંત્રી સલ્વાડોર ઇલ્લાએ કહ્યું, અમે વાયરસના પ્રસારમાં ઘટાડાને  એકીકૃત કર્યો છે. 


સ્પેનની સરકારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે યૂરોપની સાથે અન્ય દેશોની તુલનામાં 14 માર્ચે ખુબ કડક લૉકડાઉનને લાગૂ કર્યું હતું. તે હેઠળ  લોકોને માત્ર ભોજન, સ્વાસ્થ્ય સુવિધા અને જરૂરી કામ માટે ઘરથી બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી હતી. મહામારીએ દેશની સ્વાસ્થ્ય સેવાઓને સંપૂર્ણ રીતે પ્રભાવિત કી કારણ કે આઇસીયોમાં બેડ અને અન્ય સાધનોની કમી થવા લાગી હતી પરંતુ હોસ્પિટલોનું કહેવું છે કે હાલના દિવસોમાં સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. 


હાય રે કોરોના...એક પુત્રની અપાર વેદના, પિતાએ જીવ ગુમાવ્યો અને માતા પણ કોરોના પીડિત


મેડ્રિડની પાસે સ્થિત સેવેરા ઓકોઆ હોસ્પિટલના પ્રવક્તા જોર્જ રિવેરાએ કહ્યું, અમે આ હોસ્પિટલમાં તીવ્રતામાં ઘટાડો નોંધાયો અને મને વિશ્વાસ છે કે અન્ય હોસ્પિટલોમાં પણ આમ છે. તેમણે જણાવ્યું કે, પહેલાના મુકાબલે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ અમે સાવચેત છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર