મૈડ્રિડ: સ્પેનમાં સતત ચૌથા દિવસે કોરોના વાયરસથી મોતના મામલે ઘટાડો આવ્યો અને છેલ્લા 24 કલાકમાં 637 લોકો આ મહામારીનો શિકાર બન્યા છે. સોમવારના સત્તાવાર આંકડાઓ જાહેર કરવા પર આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 13 દિવસમાં કોવિડ-19થી મોતની  સૌથી ઓછી સંખ્યા છે. દેશમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા 13 હજાર 55 થઈ ગઈ છે. જે ઇટાલી પછી સૌથી વધુ છે. નવા સંક્રમણના મામલે પણ ઘટાડો આવ્યો છે.  આ દર 3.3 ટકા થઈ ગયો છે જ્યારે એક દિવસ પહેલા આ દર 4.8 ટકા હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાભરમાં 70 હજારથી વધારે લોકોના મોત
કોરોના વાયરસના સંક્રમણથી અત્યારસુધી દુનિયાભરમાં 70 હજારથી વધારે લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ 50 હજારથી વધારે મોત યુરોપમાં થઈ છે. ભારતીય સમયાનુસાર સોમવાર સાંજે 4.30 વાગ્ય સુધી એએફપી દ્વારા જણાવવામાં આવેલા આંકડાઓ અનુસાર વાયરસના સંક્રમણથી દુનિયાભરમાં 70 હજારથી વધુ લોકોના મોત થયા છે. સત્તાવાર સરકારી આંકડાઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી પ્રાપ્ત સંખ્યા અનુસાર, મહામારીના કારણે અત્યાર સુધીમાં 70009 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી યૂરોપમાં મૃતકોની સંખ્યા 50215 છે, કોવિડ-19થી સૌથી વધારે 15877 મોત ઈટાલીમાં થઈ છે. જ્યારે સ્પેનમાં 13055 અમેરિકામાં 9648 અને ફ્રાંસમાં 8087 લોકોના મોત કોરોના વાયરસના સંક્રમણથી થયા છે.


યૂરોપમાં કોરોના વાયરસથી 50 હજારથી વધારે લોકોના મોત
યૂરોપમાં કોરોના વાયરસની મહામારીના કારણે અત્યાર સુધીમાં 50 હજારથી વધારે લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે મોટ ઈટાલી, સ્પેન, ફ્રાંસ અને બ્રિટનમાં થયા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર એએફપીએ સોમવારે આંતરરાષ્ટ્રીય સમયાનુસાર 9.45 વાગ્યે થયાલા મોતનું ટેબલ તૈયાર કર્યું હતું. દુનિયામાં યરોપમાં 50209ના આંકડાની સાથે કોરોના વાયરસથી સૌથી વધુ મોત થયા છે અને આ મહાદ્વીપમાં સંક્રમણના કુલ 675580 કેસ સામે આવ્યા છે. સૌથી વધારે પ્રભાવિત ઈટાલીમાં કોરોના વાયરસથી 15877 અને સ્પેનમાં 13055 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોવિડ-19 મહામારીથી ફ્રાંસમાં 8078 અને બ્રિટનમાં 4934 લોકોના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube