નવી દિલ્હી: કોરોનાનો કહેર ચીન અને ઈટલી બાદ જો વિશ્વમાં સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે સ્પેનમાં દેખાય છે. લેટેસ્ટ અપડેટ મુજબ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝના પત્ની પણ કોરોના વાઈરસના ભરડામાં આવી ગયા છે. તેમની પત્ની બેગોના ગોમ્ઝનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે 183 લોકોના મોત થઈ ચૂક્યા છે. સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ છે. વિશ્વમાં કોરોના વાઈરસના કારણે 5819 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


આ બાજુ ભારતમાં પણ કોરોના વાઈરસના અત્યાર સુધી 102 કેસ સામે આવ્યાં છે. કોરોના વાઈરસના કારણે દિલ્હી, ઓડિશા, મણિપુર, છત્તીસગઢ, હરિયાણા, બિહાર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં તમામ શાળા કોલેજો અને મોલ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં તમામ શાળા કોલેજો અને મોલ 30 માર્ચ અને ઉત્તર પ્રદેશમાં 22 માર્ચ સુધી બંધ રખાયા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube