હરણને આરામથી દબોચીને બેઠો હતો અજગર, પહોંચ્યો એક શખ્સ, ને પછી...
સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ થોડી સેકન્ડ માટે તમારા રૂંવાડા ઉભા થઈ જશે. થાઈલેન્ડમાં શૂટ કરવામાં આવેલા આ 24 સેકન્ડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વિશાળકાય અજગર હરણને દબોચી રહ્યો છે અને ધીરે ધીરે તેને મોત તરફ ધકેલી રહ્યો છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ થોડી સેકન્ડ માટે તમારા રૂંવાડા ઉભા થઈ જશે. થાઈલેન્ડમાં શૂટ કરવામાં આવેલા આ 24 સેકન્ડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વિશાળકાય અજગર હરણને દબોચી રહ્યો છે અને ધીરે ધીરે તેને મોત તરફ ધકેલી રહ્યો છે.
આ પણ વાંચો:- ખુશખબરી: કોરોના વાયરસની દવા મળી ગઇ! જાપાનમાં ઉપયોગની અનુમતી પણ મળી
વીડિયો થાઈલેન્ડના Khao Kheow Open પ્રાણી સંગ્રહાલયનો છે, જેને Dusit Zooના આસિસ્ટેન્ટ ડાયરેક્ટરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તાની એક બાજૂએ એક અજગર હરણને દબોચીને બેઠો છે અને તેની નસ કડક કરતો જઈ રહ્યો છે. અજગર આજ રીતે તેના શિકારને પકડીને તેમના હાડકાં તોડી નાખે છે, જેથી બાદમાં તે સરળતાથી ગળી શકે. જો કે, આ કિસ્સામાં અંત થોડો અલગ હતો.
13 લાખ રૂપિયાનો દારૂ ચોરવા માટે ચોરોએ કર્યું આવું કામ, સાંભળીને રહી જશો દંગ
વીડિયોને ત્રણ દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 9.4 લાખથી વધુ લોકો દ્વારા તેને જોવામાં આવ્યો છે. સાથે જ 17 હજાર લાઇક્સ પણ મળ્યા છે. આ ઘટનાથી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે, શું આ પ્રકારે માનવી હસ્તક્ષેપ યોગ્ય છે. કેટલાક લોકો હરણના જીવને બાચવવાનું યોગ્ય કરી રહ્યાં છે, જ્યારે કેટલાક માને છે કે, ખાદ્ય શ્રૃંખલાની સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. IFS અધિકારી સુશાંત નંદાએ તેમની ટિપ્પણીમાં લખ્યું કે, જ્યારે તમને દયા અને સત્યની વચ્ચે વિકલ્પ પસંદ કરવાનો હોય તો હમેશાં દયાળું બનો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube