ખુશખબરી: કોરોના વાયરસની દવા મળી ગઇ! જાપાનમાં ઉપયોગની અનુમતી પણ મળી
Trending Photos
લોસ એન્જલસ : અમેરિકાનાં કેલિફોર્નિયાની (California) એક બાયોટેક કંપનીનું કહેવું છે કે, તેની પ્રાયોગિક દવા રેમેડીસિવિરને કોવિડ 19 (Covid-19) થી સામાન્ય રીતે બિમાર, હોસ્પિટલમાં દાખલ દર્દીને પાંચ દિવસ સુધી દેવામાં આવતા તેની સ્થિતીમાં સુધારો જોવા મળ્યો હતો. આ દવા ઇન્જેક્શન દ્વારા નસમાં નાખવામાં આવે છે. જાપાનમાં કોવિડ 19નાં દર્દીઓની સારવાર કરવા માટે તેને સ્વિકૃતી આપવામાં આવી છે. અમેરિકામાં પણ તેને કેટલાક દર્દીઓની ઇમરજન્સિ સ્થિતીમાં આપવા માટેની પરવાનગી આપવામાં આવી છે.
ગિલેડ સાયન્સે (Gilead Sciences) સોમવારે આ અંગે માહિતી આપી, પરંતુ કહ્યું કે, પુર્ણ પરિણામ મેડિકલ જર્નલમાં ઝડપથી પ્રકાશિત કરવામાં આવશે. પ્રયોગોમાં રેમેડીસિવર એક એવી દવા તરીકે ઉભરી છે. જેનાથી આ કોરોના વાયરસ (Corona virus) ની બિમારી સામે લડવાની આશા જાગી છે.
રાષ્ટ્રીય સ્વાસ્થય સંસ્થાનની આગેવાનીમાં એક મોટો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે,આ દવા ગંભીર રીતે બીમાર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સાજા થવાની સરેરાશ 15 દિવસથી ઘટાડીને 11 દિવસ કરે છે. કંપનીની આગેવાનીમાં સરેરાશ 600 દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. તેને સામાન્ય ન્યુમોનિયા હતો પરંતુ તેને ઓક્સિઝનની જરૂર નહોતી. તમામને આ દવા આપવામાં આવી અને સામાન્ય સંભાળ રાખવામાં આવી.
ગિલેડના અનુસાર આ અભ્યાસમાં 11માં દિવસે, જે દર્દીઓને પાંચ દિવસ સુધી રેમેડીસિવિર આપવામાં આવી હતી, તેને સાત પોઇન્ટ પર ઓછામાં ઓછો એક સુધારો થવાની શક્યતા 65 ટકા વધારે હતી. તેમાં સારવારની જરૂર અને શ્વાસ લેવામાં મશીન જેવા ઉપાયનો સમાવેશ થાય છે. દસ દિવસની સારવાર એકલા માનક અને સારસંભાળથી સારુ સાબિત થયું હતું.
જે દર્દીઓને પાંચ દિવસ દવા આપવામાં આવી તેમાંથઈ કોઇનું પણ મોત થયું નહોતું, જ્યારે 10 દિવસ દવા અપાઇ તે પૈકીનાં બે દર્દીઓ મોત નિપજ્યાં જ્યારે માત્ર સામાન્ય સારસંભાળ અપાઇ તે દર્દીઓ પૈકી 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ દવા લેનારાઓમાં જો કે ગભરામણ અને માથાના દુખાવાની ફરિયાદો વધારે રહી હતી.
યૂનિવર્સિટી ઓફ મિનેસોટા મેડિકલ સેન્ટરમાં સંક્રામક રોગ નિષ્ણાંત ડૉ, રાધા રાજાસિંઘને જણાવ્યું કે, અભ્યાસની કેટલીક સીમાઓ હોય છે પરંંતુ એક નિયંત્રિત સમુહ હોય છે જે તેવું સાબિત કરવામાં મદદ કરે છે કે રેમેડીસિવિરનાં કેટલાક વધારે ફાયદા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે