Emergency In Sri Lanka: શ્રીલંકામાં આર્થિક-રાજકીય સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. આ વચ્ચે ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી માલદીવ ભાગી ગયા છે. જેના કારણે જનતા ભડકી ઉઠી છે. ગોટાબાયાએ હજુ સુધી રાજીનામું પણ આપ્યું નથી. જેનાથી નારાજ જનતાએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધું છે. હાલ શ્રીલંકામાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ ગોટાબાયા રાજપક્ષે હાલ માલદીવમાં છે. અહીંથી તેઓ દુબઈ જવાના છે. આર્થિક સંકટ વચ્ચે રોષે ભરાયેલી જનતાએ અગાઉફ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો અને પીએમના ખાનગી આવાસને આગ લગાવી દીધી હતી.


પીએમ હાઉસમાં ઘૂસ્યા પ્રદર્શનકારી
શ્રીલંકામાં પ્રદર્શનકારી સુરક્ષા ઘેરો તોડી પીએમ હાઉસમાં ઘૂસી ગાય છે. આ લોકો પીએમ રાનિલ વિક્રમસિંઘેનું પણ રાજીનામું માંગી રહ્યા છે. રાનિલ વિક્રમસિંઘેના ખાનગી આવાસ પ્રદર્શનકારીઓએ પહેલા જ સળગાવી દીધું હતું.



શ્રીલંકામાં લાગુ ઇમરજન્સી
ગોટાબાયા રાજપક્ષેના ભાગી ગયા બાદ શ્રીલંકાની જનતા રોષે ભરાઈ છે. પ્રદર્શનકારીઓએ સંસદ અને પીએમ હાઉસને ઘેરી લીધું છે. તેમના પર લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે પીએમ રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકામાં ઇમરજન્સી લાગુ કરી દીધું છે. આદેશ આપવામાં આવ્યો છે કે રમખાણો કરી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવે અને તેમના વાહનોને જપ્ત કરવામાં આવે.


રાષ્ટ્રપતિ પદ માટે સ્પીકરનું નામ? જનતામાં ગુસ્સો
ઉગ્ર ભીડ આ વાતથી નારાજ છે કે ગોટાબાયા રાજીનામું આપ્યા વગર દેશ છોડી કેવી રીતે જતા રહ્યા. આ ઉપરાંત આ લોકો પીએમ રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જોવા માંગતા નથી. ખરેખરમાં શ્રીલંકામાં કાયદાના હિસાબથી રાષ્ટ્રપતિના રાજીનામાં બાદ પીએમને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવી શકાય છે. પરંતુ જનતા આ સમયે તે ઇચ્છતી નથી.



સમાચાર મળી રહ્યા છે કે, સ્પીકર અભયવર્ધનેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકાય છે. આ વાતને લઇને જનતામાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. શ્રીલંકામાં હવે સર્વદળીય સરકાર બનશે. આ વચ્ચે વિપક્ષી પાર્ટીઓ ઇચ્છે છે કે જો સ્પીકરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે તો નેતા વિપક્ષી સજિદ પ્રેમદાસાને પીએમ બનાવવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube