આર્થિક સંકટથી શ્રીલંકાની સ્થિતિ ખરાબ, બાળકોની હોસ્પિટલમાં ઇંસુલિનની કમી, ડોક્ટરોએ કરી અપીલ
ડોક્ટરો અનુસાર જરૂરી મેડિકલ સપ્લાય સમાપ્ત થવાનો ખતરો છે, જેમાં ઇંસુલિન પણ સામેલ છે જે ખુબ જરૂરી છે. આ તીવ્ર ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત બાળકોના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે.
શ્રીલંકાઃ શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. દેશમાં જરૂરી વસ્તુની કમી જોવા મળી રહી છે. રિજવે ચિલ્ડ્રન હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ જનતાને બાળકો માટે જરૂરી ઇંસુલિન દાન કરવાની વિનંતી કરી છે.
ડોક્ટરો અનુસાર સપ્લાય ઘણા સમયથી ઘટી રહી છે અને મહત્વપૂર્ણ ચિકિત્સા સપ્લાય સંપૂર્ણ રીતે સમાપ્ત થવાનો ખતરો છે, જેમાં ઇંસુલિન પણ સામેલ છે, જેનું ખુબ મહત્વ છે કારણ કે આ તીવ્ર ટાઇપ 1 ડાયાબિટીસ પીડિત બાળકોના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે.
દેશમાં સ્વાસ્થ્ય સાધનો અને દવાઓની કમી
મહત્વનું છે કે વિદેશી મુદ્રા ભંડારની કમીને કારણે શ્રીલંકામાં સ્વાસ્થ્ય ઉપકરણો અને દવાઓનું સંકટ ઉભુ થયું છે. વિશ્વ બેન્કે મહત્વપૂર્ણ જીવન રક્ષક સ્વાસ્થ્ય સાધનોની આયાત માટે 10 મિલિયન ડોલર આપવાનું આશ્વાસન આપ્યું છે.
દેશમાં લોકો કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન
આ વચ્ચે સરકારના વિરોધમાં શનિવારે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન મંગળવારે ચોથા દિવસે પણ કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલયની સામે યથાવત રહ્યું. સ્થાનીક સંગીતકારોએ સોમવારે રાત્રે પ્રદર્શનકારીઓનું મનોરંજન કર્યું અને સવારે જાણકારી મળી કે શિરાજ નામના એક રેપ કલાકારનું હાર્ટ એટેકને કારણે વિરોધ પ્રદર્શન સ્થળ પર નિધન થયુ છે.
આ પણ વાંચો- શાહબાઝ શરીફે પીએમ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ
પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ સોમવારે રાત્રે ટીવીના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કરતા સરકારને વર્તમાન આર્થિક સંકટનો સામનો કરવા લોકોને ધૈર્ય રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તે લોકોની મુશ્કેલીને સમજે છે. પરંતુ તેમનું આ સંબોધન લોકોને શાંત કરવામાં નિષ્ફળ રહ્યું છે.
લોકો વિવિધ સોશિયલ મીડિયા મંચો પર સરકારની આલોચના કરી રહ્યાં છે. એક પ્રદર્શનકારીએ લખ્યું- અમે અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે અમે જેને સાંભળ્યા, તેણે અમને નિરાશ કર્યા છે. તેના જવા સુધી અમે અહીં પ્રદર્શન યથાવત રાખીશું.
લાંબા સમયમાં વીજળીમાં ઘટાડો, ઈંધણની કમી, ભોજન અને અન્ય દૈનિક જરૂરી વસ્તુની કમીને કારણે લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube