શાહબાઝ શરીફે પીએમ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ

Shahbaz Sharif Thanks India Pm Modi: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપ્યા બાદ હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે તેમનો આભાર માન્યો છે. સાથે શાહબાઝે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન આતંકવાદનું પીડિત છે અને કુર્બાની આપી છે. 
 

શાહબાઝ શરીફે પીએમ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એકવાર ફરી કાશ્મીરનું ગીત ગાયું છે. શાહબાઝ શરીફે કહ્યુ કે, પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ અને સહયોગવાળા સંબંધનું ઈચ્છુક છે. શાહબાઝે કહ્યુ કે, પાકિસ્તાન ભારતની સાથે જમ્મુ-કાશ્મીર સહિત તમામ બાકી મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન સૌથી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં આતંકવાદથી મુક્તિનું આહ્વાન કરવાના જવાબમાં શાહબાઝે દાવો કર્યો કે પાકિસ્તાને આતંકવાદ સામે લડતા કુરબાની આપી છે. 

કાશ્મીરના આતંકવાદીઓને તૈયાર કરનાર પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝે કહ્યુ- શુભેચ્છા માટે આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો માટે ઈચ્છુક છે. જમ્મુ-કાશ્મીર સહિત અન્ય બાકી મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનની જરૂર છે. પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ જંગ લડતા આપેલી કુર્બાનીને દુનિયા જાણે છે. ચાલો શાંતિને સુરક્ષિત કરીએ અને આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન આપીએ. 

— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022

આ પહેલાં પીએમ મોદીએ સોમવારે ટ્વીટ કરી શાહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે ભારત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે જે આતંકવાદથી મુક્ત હોય. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ હતુ- 'મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા. ભારત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે જે આતંકવાદથી મુક્ત થાય, જેથી આપણે પોતાના વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને પોતાના લોકોની ભલાય તથા સમૃદ્ધિ નક્કી કરી શકીએ.'

શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી બન્યા બાદ કાશ્મીરનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે તે ભારતની સાથે શાંતિ ઈચ્છે છે જે કાશ્મીર વિવાદના સમાધાન સુધી સંભવ નથી. શાહબાઝે કહ્યુ કે, મારી પ્રથમ પ્રાથમિકતા રાષ્ટ્રીય સદ્ભાવ છે. અમે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કાશ્મીરના સમાધાન વગર શાંતિ સંભવ નથી. શાહબાઝે સોમવારે પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા સમાપ્ત થઈ ગઈ છે. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઇમરાન ખાનને હટાવ્યા બાદ શરીફે પાકિસ્તાનની સત્તા સંભાળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news