Sri Lanka-India Relations: ભારત વિરુદ્ધ પુરાવા વગર આરોપ લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો હવે ચારેકોરથી ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે શ્રીલંકાએ ભારતનું સમર્થન કર્યું છે અને ટ્રુડો પર આકરા પ્રહાર કર્યા છે. શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરીએ કહ્યું કે 'કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત ઠેકાણું મળી ગયું છે. કેનેડિયન પ્રધાનમંત્રી પાસે કોઈ પુરાવા વગર કઈ પણ અપમાનજનક આરોપ લગાવવાનો આ જ ઉપાય છે. આ વાત તેમણે શ્રીલંકા માટે પણ કરી, એવું કહેવું કે શ્રીલંકામાં નરસંહાર થયો હતો તે એક ભયાનક, હળાહળ જુઠ્ઠાણું હતું. બધા જાણે છે કે અમારા દેશમાં કોઈ નરસંહાર થયો નથી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ સાબરીએ કહ્યું કે મે કાલે જોયુ કે તેમણે (ટ્રુડો) બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું જોરદાર સ્વાગત કર્યું હતું. આથી એ શંકાસ્પદ છે અને અમે ભૂતકાળમાં એ ભોગવી ચૂક્યા છીએ. મને એ વાતનું કોઈ આશ્ચર્ય નથી, ક્યારેક  ક્યારેક પીએમ ટ્રુડો અપમાનજનક આરોપો સાથે સામે આવે છે. 


આ મામલે ભારતને સમર્થન
આ અગાઉ ભારતમાં નિવર્તમાન શ્રીલંકન ઉચ્ચાયુક્ત મિલિન્ડા મોરાગોડાએ કહ્યું કે કેનેડાના આરોપો પર ભારતની પ્રતિક્રિયા ખુબ કડક અને સીધી રહી છે અને કોલંબો આ મામલે નવી દિલ્હીનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભારતની પ્રતિક્રિયા મજબૂત અને સીધી રહી છે અને જ્યાં સુધી અમારો સવાલ ચે તો અમે આ મામલે ભારતનું સમર્થન કરીએ છીએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube