કુટનીતિક સફળતા! રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી પહેલા ભારત આવશે ગોટાબાયા
શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 29 નવેમ્બરે ભારતના પ્રવાસ પર આવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ હશે.
કોલંબોઃ શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (sri lankan president gotabhaya rajapaksa) 29 નવેમ્બરે ભારતના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમનો પ્રથમ ભારતનો પ્રવાસ હશે. વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે મંગળવારે ગોટાબાયા સાથે મુલાકાત કરીને તેમને શુભેચ્છા આપી અને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ ગોટાબાયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારત આવવાના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. ગોટાબાયા રાજપક્ષે સોમવારે દેશના 7મા કાર્યકારી રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કર્યાં હતા.
શ્રીલંકાના પોડુજના પેરામુના (એસએલપીપી) પાર્ટીના ઉમેદવાર રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી અને રવિવારે તેમને રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા હતા. ગોટાબાયાએ 25 વહીવટી જિલ્લામાંથી 16 જિલ્લા- કાલૂતરા, ગોલ, મતારા, હંબનટોટા, મોનારગલા, રત્નાપુરા, બાદુલ્લા, કુરુનગલા, પુટ્ટુલમ, ગમ્પહા, કેન્ડી, મતાલે, પોલોન્નારૂવા, કોલંબો, કેગેન અને અનુરાધાપુરામાં જીત મેળવી હતી.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને થઈ શકે છે ફાંસી, દ્રેશદ્રોહના મામલામાં ચુકાદો સુરક્ષિત
ચીન માટે ઝટકો!
ચીનની રાજનીતિના જાણકાર માને છે કે ગોટાબાયાની જીત ચીન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તેનાથી જૂદુ ગોટાબાયાનું રાષ્ટ્રપતિ બનવું અને પ્રથમ પ્રવાસ પર ભારત આવવું બીજી તરફ ઇશારો કરે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની યાત્રાથી ભારત અને શ્રીલંકાના સંબંધ મજબૂત થશે અને બંન્ને દેશો વચ્ચે વ્યાપાર પણ વધશે. મહત્વનું છે કે ગોટાબાયાના મોટા ભાઈ મહિંદા રાજપક્ષેના સત્તામાં રહેતા ચીને શ્રીલંકામાં મોટુ રોકાણ કર્યું હતું. પરંતુ જે રીતે ગોટાબાયાએ પીએમ મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો છે, તે ચીન માટે ઝટકા સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube