લંડન: એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બ્રિટન(Britain)ના પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધી(Mahatma Gandhi) ની મૂર્તિઓ તોડી પાડવામાં આવી શકે છે. વાત જાણે એમ છે કે ગુલામી અને ઉપનિવેશવાદમાં સામેલ હોવાની સમીક્ષા કરનારી વેલ્શ સરકારના રિપોર્ટમાં વિન્સ્ટન ચર્ચિલ  (Winston Churchill) અને મહાત્મા ગાંધી બંનેના નામ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે આ રિપોર્ટમાં અનેક પ્રતિષ્ઠિત લોકો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તે તમામના દોષોનું આકલન કરવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકાયો છે. આ રિપોર્ટ બ્લેક લીવ્સ મેટર (Black Lives Matter)ના વિરોધ દરમિયાન સામે આવ્યો છે. જેમાં બ્રિટન ના પૂર્વ પ્રધાનમંત્રી ચર્ચિલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. 


US President Election: આ એક શરત પર પોતાની ખુરશી છોડવા માટે રાજી થયા ડોનાલ્ડ ટ્રમ્પ


આ રિપોર્ટ મુજબ વિન્સ્ટન ચર્ચિલના નામ પર 2 બિલ્ડિંગ અને 15 સ્ટ્રિટ્સ છે. જેમને સાઉથ વેલ્સમાં રહેનારા મોટાભાગના ખનન સમુદાયના લોકો નાપસંદ કરે છે. 


રિપોર્ટ મુજબ પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલે 'બ્રિટિશ સામ્રાજ્યને ખતમ કરવાનો વિરોધ કર્યો હતો. એંગ્લો-સેક્સન (Anglo-Saxon) જાતિની શ્રેષ્ઠતામાં વિશ્વાસ જતાવ્યો હતો.' અને તેઓ 'ભારતના બંગાળને રાહત આપવા માટે પૂરતી કાર્યવાહી કરવામાં ફેલ ગયા હતા.'


એક વર્ષ બાદ WHOનું ચોંકાવનારું નિવેદન, વુહાનમાંથી નથી આવ્યો કોરોના વાયરસ


આ રિપોર્ટમાં ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીનું પણ નામ છે. જેમની મૂર્તિ વેલ્શની રાજધાનીમાં લાગી છે. મહાત્મા ગાંધીજીનું નામ 'અશ્વેત સાઉથ આફ્રિકન લોકો વિરુદ્ધ નસ્લવાદ'ને લઈને સામેલ કરવામાં આવ્યું છે. 


ઓડિટરનું નેતૃત્વ કરનારા ગ્યોર લેગેલે જણાવ્યું કે 'લોકો માટે કઈક વિવાદાસ્પદ સ્મારક મ્યુઝિયમમાં સ્થાનાંતરિત થઈ શકે છે. જો કે મને તેને તોડવાનો કોઈ મામલો જોવા મળી રહ્યો નથી.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube