તુર્કીમાં જન્મ્યું વિચિત્ર દેખાતું પ્રાણી, લોકો માની રહ્યા છે ભગવાનનો `ચમત્કાર`
મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, તુર્કીના મર્સિનના રહેવાસી એક ખેડૂત કે જેમનું નામ હુસૈન છે અને આયસેલ તોસુન ખેતી અને પશુપાલનના કામ સાથે સંકળાયેલા છે. આ લોકો પણ ત્યારે સ્તબ્ધ થઈ ગયા, જ્યારે તેમના ઘરમાં એક વિચિત્ર દેખાતા બકરીના બચ્ચાએ જન્મ લીધો.
અંકારા: આ દુનિયામાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે કે લોકો તેણે જોઈને ભગવાનનો ચમત્કાર માનવા લાગે છે. આવી જ એક ઘટના તુર્કીમાં જોવા મળી છે. અહીં એક અનોખી અને અજીબ દેખાતા બકરાના બચ્ચાએ જન્મ લેતા સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં લોકો તેણે ચમત્કાર માની રહ્યા છે. બકરીના બચ્ચાનો જન્મ થયા બાદ આ વિસ્તારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને લોકો બચ્ચાને જોવા દૂર દૂરથી આવી રહ્યા છે.
શરીર પર નથી વાળ
મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, તુર્કીના મર્સિનના રહેવાસી એક ખેડૂત કે જેમનું નામ હુસૈન છે અને આયસેલ તોસુન ખેતી અને પશુપાલનના કામ સાથે સંકળાયેલા છે. આ લોકો પણ ત્યારે સ્તબ્ધ થઈ ગયા, જ્યારે તેમના ઘરમાં એક વિચિત્ર દેખાતા બકરીના બચ્ચાએ જન્મ લીધો. કાળા કલરના આ બચ્ચાની સ્કીન કરચલીવાળી અને વાળ વગરની છે.
લોકો ખેંચાવી રહ્યા છે ફોટો
આ બચ્ચાનો જન્મ થવાના અહેવાલ ધીમેધીમે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા. જ્યારે તે માત્ર 5 દિવસનું હતું, ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવા અને ફોટો પડાવવા આવવા લાગ્યા. ખેડૂત દંપતિના સંબંધી સુલેમાન ડેમિરે જણાવ્યું કે, હું 67 વર્ષનો છું. જિંદગીમાં પહેલી વખત આ પ્રકારનું બચ્ચું જોયું છે. આ ભગવાનનો ચમત્કાર છે.
બાળકની જેમ પરિવાર કરે છે બચ્ચાની દેખભાળ
જ્યારે, આયસેલનું કહેવું છે કે. હું બચ્ચાને દૂધ પીવડાવવા માટે તેની માતાની પાસે લઈને જાઉં છું. ત્યારે પોતાના પૌત્રોની જેમ કપડા પહેરાવે છે. તેને ઘરે લાવે છે અને જરૂર પડે તો તેણે ખવડાવે પણ છે. તેના શરીર પર વાળ નથી. આ પ્રકારનું બચ્ચું પહેલા ક્યારેય જોયું નથી.
ઝુડવા પૈદા થયું હતું બચ્ચું
તેમણે જણાવ્યું કે ઝુડવા બચ્ચાઓનો જન્મ થયો હતો. તેમાંથી એક મરેલું પૈદા થયું હતું અને જીવતું રહેલું બચ્ચું અસામાન્ય નીકળ્યું, તો અમે વિચાર્યું કે તે પણ મરી જશે, પરંતુ એવું બન્યું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube