ઈસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હરનઈ વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના જોરદાર ઝટકાનો અનુભવ થયો. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 150 લોકો ઘાયલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા
બલૂચિસ્તાનના ક્વેટા જિલ્લાના હરનઈ વિસ્તારમાં વહેલી સવારે 3.30 વાગે ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી. ભૂકંપની તીવ્રતા ખુબ વધુ હતી અને અનેક મકાનોને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત આસપાસના અનેક જિલ્લાઓમાં પણ નુકસાન થયું છે. 


કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે. જે સતત ઘૂમતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ ટકરાય છે તે ઝોન ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના કોણે વળે છે. જ્યારે વધુ દબાણ બને તો પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. ત્યારબાદ આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે. 


ક્યારે કેટલી તબાહી સર્જી શકે છે ભૂકંપ


0 થી 1.0 - ફક્ત સીસ્મોગ્રાફથી જ ખબર પડે  છે. 
2 થી 2.9 - હળવું કંપન
3 થી 3.9 - કોઈ ટ્રક તમારી પાસેથી પસાર થાય તેવી અસર
4 થી 4.9 - બારીઓ તૂટી શકે છે. દીવાલ પર ટંગાયેલી ફ્રેમ પડી શકે છે. 
5 થી 5.9 - ફર્નીચર હલી શકે છે. 
6 થી 6.9 - ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7 થી 7.9 - ઈમારતો પડે છે. જમીનની અંદરના પાઈપ ફાટી જાય છે. 
8 થી 8.9 - ઈમારતો સહિત મોટા મોટા પુલ પણ પડે છે, સુનામીનું જોખમ રહે છે.
9 થી ઉપર - પૂરેપૂરી તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી દેખાશે. સમુદ્રની નજીક હોય તો સુનામી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube