School Girl Ripped Jeans: ફેશનની દુનિયામાં ફાટેલું જીન્સ પહેરવું એકદમ સામાન્ય બની ગયું છે. પરંતુ ઘણી વખત લોકો આ રીતના કપડા માટે ખોટા દ્રષ્ટિકોણ ધરાવે છે અને તેના કારણે વિવાદ પણ થતા હોય છે. હાલમાં જ અમેરિકાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક છોકરીને તેના જ સ્કુલ ટીચરની ખરાબ નજરનો શિકાર થવું પડ્યું હતું. આવું એટલે થયું કે છોકરી સ્કુલમાં Ripped Jeans એટલે કે ફાટેલી જીન્સ પહેરીને ગઈ હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અમેરિકાએ નાગરિકોને કહ્યું- તુરંત રશિયા છોડી દો, દુનિયામાં ખળભળાટ મચી ગયો


રિહાના ફરી ગર્ભવતી! સુપર બાઉલ 2023 શો દરમિયાન ઝિપ ખોલી ફ્લોન્ટ કર્યો બેબી બંપ


જેટલામાં આ લોકોના છૂટાછેડા થયા એટલા રૂપિયામાં આખું શહેર પરણી જાય!


આ ઘટના અમેરિકાના એક શહેરની છે. અહીં છોકરી તેના ક્લાસમાં પહોંચી કે તેના શિક્ષક તેને જોઈ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીનીએ આવા કપડા પહેરીને સ્કુલમાં આવવું ન જોઈએ. ત્યારપછી તેણે લાલ રંગની ટેપ લીધી અને જીન્સ જ્યાંથી ફાટેલું હતું ત્યાં લાલ ટેપ લગાવી દીધી.


જો કે છોકરીને પણ કલ્પના ન હતી કે શિક્ષક આવું કંઈક પણ કરી શકે છે. ક્લાસના બાળકોને પણ આ જોઈને નવાઈ લાગી. કેટલાક વિદ્યાર્થીઓએ તેની તસવીર ક્લીક કરી અને સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાની જાણ છોકરીના માતાપિતાને થતાં તેઓ શાળાએ પહોંચ્યા અને તેમણે શાળાનો વિરોધ કરવાનું શરૂ કર્યું સાથે જ તે શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી.