Rihanna ફરી ગર્ભવતી થઈ, સુપર બાઉલ 2023 હોલ્ટ ટાઈમ શો દરમિયાન ફ્લોન્ટ કર્યો બેબી બંપ

Rihanna Second Pregnancy: જાણીતી અમેરિકી પોપ સિંગર રિહાના એકવાર ફરીથી માતા બનવાની છે. આ વાતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે તે અમેરિકાના સૌથી મોટા સપોર્ટિંગ ઈવેન્ટમાં પરફોર્મન્સ આપવા પહોંચી. આ શોમાં તેના પરફોર્મન્સ કરતા લોકોએ તેની પ્રેગનેન્સી ઉપર વધુ ધ્યાન આપ્યું. શોમાં પરફોર્મન્સ દરમિયાન રિહાના બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી.

Rihanna ફરી ગર્ભવતી થઈ, સુપર બાઉલ 2023 હોલ્ટ ટાઈમ શો દરમિયાન ફ્લોન્ટ કર્યો બેબી બંપ

Rihanna Second Pregnancy: જાણીતી અમેરિકી પોપ સિંગર રિહાના એકવાર ફરીથી માતા બનવાની છે. આ વાતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે તે અમેરિકાના સૌથી મોટા સપોર્ટિંગ ઈવેન્ટમાં પરફોર્મન્સ આપવા પહોંચી. આ શોમાં તેના પરફોર્મન્સ કરતા લોકોએ તેની પ્રેગનેન્સી ઉપર વધુ ધ્યાન આપ્યું. શોમાં પરફોર્મન્સ દરમિયાન રિહાના બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી. સોશિયલ મીડિયા પર તેનું પરફોર્મન્સવાળો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે દર વર્ષે આયોજિત થતા અમેરિકાના સૌથી મોટા ફૂટબોલ ઈવેન્ટમાં હંમેશાથી દુનિયાના મોટા મોટા સંગીતકાર પરફોર્મ કરતા આવ્યા છે. 

ફ્લોન્ટ કર્યો બેબી  બંપ
34 વર્ષની સિંગર રિહાના વીડિયોમાં રેડ કલરના શિમરી જમ્પ સૂટમાં પરફોર્મ કરતી જોવા મળી. આ આઉટફીટમાં સ્પષ્ટપણે તેનો બેબી બંપ જોઈ શકાય છે. હવામાં ઝૂલતા એક પ્લેટફોર્મ પર રિહાના ઝૂમીને નાચતી અને ગીત ગાતી જોવા મળી રહી છે. તે પોતાના જાણીતા અંદાજ અને સ્ટાઈલમાં ગીત ગાઈ રહી છે. આ સાથે રિહાના હોલ્ટટાઈમ શોમાં પરફોર્મ કરનારી પહેલી પ્રેગ્નેન્ટ મહિલા કલાકાર બની ગઈ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

પોતે કર્યો ખુલાસો
રિહાનાએ પોતે પોતાના પરફોર્મન્સની શરૂઆતમાં જ ગર્ભાવસ્થાનો ખુલાસો કરતી જોવા મળી. તે પોતાના જેકેટની ઝિપ ઓપન કરીને પોતાના પેટ પર હાથ ફેરવતી જોવા મળી અને દુનિયાને સ્પષ્ટપણે જાણે એ સંકેત આપી રહી હતી કે તે પ્રેગ્નેન્ટ છે. ગ્રેમી વિજેતા રિહાના અને તેનો બોયફ્રેન્ડ રેપર એસેપી રોકીએ મે 2022માં પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. પહેલી પ્રેગ્નેન્સી દરમિયાન રિહાના રિવીલિંગ ફોટોશૂટ બદલ પણ ચર્ચામાં હતી. સિંગરે નેક્ડ ટમી ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news