લંડનઃ કોરોનાના ખતરનાક મનાતા ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વ માટે નવી ચિંતા ઉભી કરી છે. આ ઓમિક્રોનને લઈને નવી સ્ટડી સામે આવી છે, જેમાં સામે આવેલા પરિણામ તમારા રૂંવાટા ઉભા કરવા માટે પૂરતા છે. આ સ્ટડીમાં માત્ર એક દેશમાં ઓમિક્રોનને કારણે 75 હજાર મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓના આંકડા પણ ડરાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂકેને લઈને કરવામાં આવ્યો અભ્યાસ
આમ તો વિશ્વભરમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે પરંતુ બ્રિટનમાં ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિએ વિશ્વભરના વૈજ્ઞાનિકોને ચિંતામાં મુકી દીધા છે કે ક્યાંક કોવિડનો નવો વેરિએન્ટ વિશ્વમાં લાશના ઢગલા ન કરી દે. તેના કારણે યૂકેના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનને લઈને એક રિચર્સ કર્યું છે અને તેમાં સામે આવ્યું કે, એપ્રિલ 2022 સુધી ઓમિક્રોનને કારણે દેશમાં 25 હજારથી લઈને 75 હજાર સુધી મોતો થઈ શકે છે. ડેલી મેલમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે લંડન સ્કૂલ ઓફ હાઇઝીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને દક્ષિણ આફ્રિકાના સ્ટેલનબોશ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલી આ સ્ટડીના આંકડા ખુબ નિરાશાજનક છે. 


આ પણ વાંચોઃ સ્વરૂપવાન મહિલા પાસે કબર ખોદાવીને એજ મહિલાને ગોળી મારીને ત્યાં દફનાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


આ સ્ટડીમાં પ્રતિબંધ હટાવવા વિરુદ્ધ ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવી સ્થિતિમાં જાન્યુઆરીમાં આવેલી કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિ બની શકે છે. જ્યારે કોરોનાથી દરરોજ 1 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યાં હતા. આ સિવાય સ્ટડીમાં ઓમિક્રોન સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોનો આંકડો પણ 492,000 જણાવવામાં આવ્યો છે. સાથે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો લોકોમાં ઓમિક્રોનથી બચવાની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ તો આંકડા તેનાથી ભયાનક હોઈ શકે છે. 


આ રિસર્ચમાં સામેલ એલએસએચટીએમના સેન્ટર ફોર ધ મેથમેટિકલ મોડલિંગ ઓફ ઇન્ફેક્શિયસ ડિઝીસના ડો. રોસન્ના બરનાર્ડ કહે છે કે, ઓમિક્રોનની વિશેષતાઓ વિશે ખુબ અનિશ્ચિતતાઓ છે. તે વાત સ્પષ્ટ નથી કે શું ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન તે પ્રકારનો વ્યવહાર કરશે જેવો તેણે દક્ષિણ આફ્રિકામાં કર્યો છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આપણે વધુ કડક પ્રતિબંધ લગાવવા પડશે કારણ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને બૂસ્ટર ડોઝ તેને કાબૂ કરવા માટે પર્યાપ્ત નથી. મહત્વનું છે કે ભારતમાં પણ ઓમિક્રોન ફેલાય રહ્યો છે અને અત્યાર સુધી તેના 40 જેટલા કેસ સામે આવી ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube