Sunita Williams: કડીના ઝૂલાસણમાં હોમ યજ્ઞ અને પૂજા પાઠ સાથે અખંડ જયોતનો દિવો શરૂ થયો છે કારણ કે ઝૂલાસણની દીકરી સ્પેસમાં ફસાઈ ગઈ છે. ગ્રામજનો એ હેમખેમ પૃથ્વી પર ઉતરે એ મામલે મા દૌલામાને પ્રાર્થના કરી રહ્યાં છે. સુનિતા ગુજરાત આવી ત્યારે માના દર્શને ગઈ હતી. હવે તે 2 મહિનાથી ફસાઈ ગઈ છે. એની ઘરવાપસીમાં સતત અડચણો આવી રહી છે. આ પહેલાં પણ નાસા કલ્પના ચાવલાને ખોઈ ચૂક્યું હોવાથી કોઈ રિસ્ક લેવા માગતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Maruti ની આ ગાડીના તોફાનમાં ઉડી ગઈ તમામ કારો, લોકો આંખો બંધ કરીને ખરીદે છે આ કાર


5 જૂને બોઇંગ સ્ટારલાઇનર પ્રથમ માનવ મિશનના પ્રક્ષેપણ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યો હતો. તેને અહીં માત્ર આઠ દિવસ જ રહેવાનું હતું. જો કે, કેપ્સ્યુલના થ્રસ્ટર્સની ખામીને કારણે તેમના પરત ફરવાનો ચોક્કસ સમય અત્યારે નક્કી નથી. તેમના પૃથ્વી પર પાછા ફરવાની ચિંતા વધી રહી છે. તેમના વિશે મોટા જોખમનો ભય છે. પૂર્વ અમેરિકી સૈનિક અને પ્રણાલી કમાન્ડર  રુડી રિડોલ્ફીએ 3 ખતરા જણાવ્યા છે. જેમાં મોતનો ખતરો સૌથી વધારે છે.  આ ત્યારે શક્ય છે કે તેઓ ખરાબ બોઈંગ સ્ટારલાઈનર દ્વારા અંતરિક્ષ યાનથી વાપસીની કોશિષ કરશે. 


આ પણ વાંચો:  Reliance Jio નો ધડાકો! 800 ચેનલો ફ્રી, બધાના પ્લાન ફેલ, વિગતો જાણી તમે કહેશો વાહ..


બોઈંગ સ્ટારલાઈનરનું લોન્ચિંગ પૃથ્વી પરથી સફળ રહ્યું હતું. પરંતુ જ્યારે તે અવકાશમાં ગયું ત્યારે હિલીયમ લીક અને થ્રસ્ટરની ખરાબી જેવી સમસ્યાઓ જોવા મળી હતી. નાસા હાલમાં બોઇંગ સ્ટારલાઇનરનો ઉપયોગ કરીને સુનિતા વિલિયમ્સના પરત મિશન સાથે આગળ વધવું કે સ્પેસએક્સનો ઉપયોગ કરીને બચાવ મિશન શરૂ કરવું તે અંગે વિચારણા કરી રહ્યું છે.  ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર રીડોલ્ફીએ જણાવ્યું હતું કે સ્ટારલાઈનરના સર્વિસ મોડ્યુલને સુનિતાના ઘરવાપસી માટે કેપ્સ્યુલને જમણા ખૂણા પર રાખવું જોઈએ, ડેઈલી મેઈલ અહેવાલ આપે છે. જો આમાં સહેજ પણ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ ભયાનક હોઈ શકે છે.


આ પણ વાંચો:  Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


અવકાશમાં ફસાવાનો ખતરો


રિડોલ્ફીએ ચેતવણી આપી હતી કે જો કેપ્સ્યુલ યોગ્ય રીતે લાઇન અપ ના કરે તો તે પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ વખતે સળગી શકે છે. અથવા અવકાશમાં પાછા ફેંકી શકે છે. તેમણે ત્રણ પ્રકારના જોખમો દર્શાવ્યા છે. પ્રથમ સંભવિત ખતરો એ છે કે જો કેપ્સ્યુલ ખોટા ખૂણા પર પ્રવેશ કરે છે તો તે વાતાવરણમાંથી ઉછળીને અવકાશમાં પાછા આવી શકે છે. એ સમયે સ્ટારલાઈનર પાસે માત્ર 96 કલાક ઓક્સિજન અને ખરાબ થ્રસ્ટર્સ હશે. અવકાશયાત્રીઓ પછી અવકાશમાં અટવાઈ જશે.


આ પણ વાંચો:  Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે


શું સ્ટારલાઈનર હવામાં સળગી જશે?


બીજો ખતરો એ છે કે જો અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવામાં નિષ્ફળ જાય તો અવકાશયાત્રીઓ હજુ પણ અવકાશમાં ફસાયેલા હશે. તેનું પરિણામ એ જ છે કે જાણે તે અવકાશમાં પાછું ઉછળશે. ત્રીજી અને સૌથી ખરાબ સ્થિતિ એ છે કે અવકાશયાન સળગી જાય. રિડોલ્ફીનું કહેવું છે કે જો કેપ્સ્યુલ ખૂબ ઉંડા ખૂણા પરથી વાતાવરણમાં પ્રવેશની કોશિષ કરશે તો અવકાશયાન અતિશય ઘર્ષણને કારણે સળગી શકે છે. થોડા દિવસો પહેલાં જ સુનિતા વિલિયમ્સે સ્પેશ સ્ટેશનમાંથી કહ્યું હતું કે તે જલદી ઘરે આવશે. આ પહેલીવાર નથી અગાઉ પણ આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. નાસા આ મામલે તમામ વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યું છે અને દરેકને આશા છે કે સુનિતા વિલિયમ્સ જલદીથી સ્પેસમાંથી પૃથ્વી પર રિટર્ન આવી જશે.