Maruti ની આ ગાડીના તોફાનમાં ઉડી ગઈ તમામ કારો, લોકો આંખો બંધ કરીને ખરીદી રહ્યાં છે આ કાર

Maruti Suzuki Dzire: ભારતમાં દર મહિને હજારો લોકો પોતાના માટે sedan cars ખરીદે છે અને આમાંના મોટાભાગના ગ્રાહકો કોમ્પેક્ટ sedan cars ખરીદે છે, જેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે. Maruti Suzuki Dzire લાંબા સમયથી કોમ્પેક્ટ sedan cars સેગમેન્ટ પર રાજ કરી રહી છે અને ગયા જુલાઈમાં પણ આ રેકોર્ડ જાળવી રાખવામાં આવ્યો હતો. 

Maruti ની આ ગાડીના તોફાનમાં ઉડી ગઈ તમામ કારો, લોકો આંખો બંધ કરીને ખરીદી રહ્યાં છે આ કાર

Maruti Suzuki Dzire: કાર આજકાલ ફેશન સાથે જરૂરિયાતનું સાધન બની ગઈ છે. તમારો વટ અને દબદબો તમે કઈ કાર લઈને ફરો છો એની પર નિર્ભર કરે છે. ભારતીય બજારમાં કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં Maruti Suzuki Dzire, હ્યુન્ડાઈ ઓરા, Honda Amaze અને TATA Tigor જેવા વાહનો છે. આ sedan cars શહેરમાં ડ્રાઇવિંગ માટે શ્રેષ્ઠ છે. જ્યારે મિડસાઇઝ સેડાન સેગમેન્ટમાં volkswagen virtus, skoda slavia, Hyundai Verna, Honda City અને મારુતિ સુઝુકી સિઆઝ જેવા વાહનો છે.

ભારતમાં દર મહિને હજારો લોકો પોતાના માટે sedan cars ખરીદે છે અને આમાંના મોટાભાગના ગ્રાહકો કોમ્પેક્ટ sedan cars ખરીદે છે, જેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે. Maruti Suzuki Dzire લાંબા સમયથી કોમ્પેક્ટ sedan cars સેગમેન્ટ પર રાજ કરી રહી છે અને ગયા જુલાઈમાં પણ આ રેકોર્ડ જાળવી રાખવામાં આવ્યો હતો. હા, ગયા મહિને 11 હજારથી વધુ લોકોએ Dezire ખરીદી હતી અને રૂ. 6.57 લાખની શરૂઆતની કિંમત સાથેની આ સેડાને Hyundai Aura, Honda Amaze, Volkswagen Virtus, Tata Tigor સહિત અન્ય વાહનોને માત આપી હતી. હવે જ્યારે વાત આવે છે કે ટોપ 10 સેડાનની યાદીમાં કયા વાહનો હતા, તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. Maruti Suzuki Dzire
મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ સેડાન ડિઝાયરના જુલાઈમાં 11,647 યુનિટ્સનું વેચાણ થયું હતું અને આ વાર્ષિક 13 ટકાનો ઘટાડો છે.

2. Hyundai Aura
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની કોમ્પેક્ટ સેડાન ઓરાએ ગયા મહિને 4,757 યુનિટ્સનું વેચાણ કર્યું હતું અને આ આંકડો 5 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે છે.

3. Honda Amaze
હોન્ડા કાર ઈન્ડિયાની કોમ્પેક્ટ સેડાન અમેઝને ગત જુલાઈમાં 2,327 ગ્રાહકોએ ખરીદી હતી અને આ વાર્ષિક 31 ટકાનો ઘટાડો છે.

4. Volkswagen Virtus
મિડસાઇઝ સેડાન ફોક્સવેગન વર્ટસના 1,766 યુનિટ્સ ગયા મહિને એટલે કે જુલાઈમાં વેચાયા હતા અને આ 2 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે છે.

5. Tata Tigor
ટાટા મોટર્સની કોમ્પેક્ટ સેડાન ટિગોરે ગયા વર્ષે જુલાઈમાં 1495 યુનિટ વેચાયા હતા અને આ આંકડો 44 ટકાનો વાર્ષિક ઘટાડો છે.

6. Hyundai Verna
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની લોકપ્રિય મિડસાઈઝ સેડાન વર્નાએ ગયા વર્ષે જુલાઈમાં 1,420 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 50 ટકાનો ઘટાડો દર્શાવે છે.

7. Honda City
તમામ સેડાન પ્રેમીઓની ફેવરિટ કાર ગણાતી હોન્ડા સિટી હવે ટોપ 10ની યાદીમાં 7મા નંબરે આવી ગઈ છે અને ગયા જુલાઈમાં 55 ટકાના વાર્ષિક ઘટાડા સાથે માત્ર 957 યુનિટ વેચાયા હતા.

8. skoda slavia
સ્કોડા ઓટોની મિડસાઇઝ સેડાન સ્લેવિયાએ જુલાઈમાં 793 યુનિટ વેચ્યા હતા અને આ વાર્ષિક 52 ટકાનો ઘટાડો છે.
 
આ પણ વાંચો: Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન

9. maruti suzuki ciaz
મારુતિ સુઝુકીની સ્લીક મિડસાઇઝ સેડાન Ciaz ગયા મહિને માત્ર 603 ગ્રાહકોએ જ ખરીદી હતી અને વાર્ષિક ધોરણે તેમાં 55 ટકાનો ઘટાડો થયો છે.

10. Toyota Camry
ટોયોટા કિર્લોસ્કર મોટરની પ્રીમિયમ સેડાન કેમરીએ ગયા વર્ષે જુલાઈમાં 126 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 34 ટકાનો ઘટાડો દર્શાવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news