વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક બ્રહ્મોસનું સફળ પરીક્ષણ: ચીન-પાકની ખેર નહી
હવે બ્રહ્મોસ મિસાઇલ મારણ કર્યા બાદ પરત ફરે અને ફરીથી ઉપયોગ કરી શકાય તેવી મિસાઇલ વિકસાવાઇ રહી છે
જયપુર : રાજસ્થાનનાં જેસલમેર જિલ્લાનાં પોખરણ ખાતે ચાંઘણ ફાયરિંગ રેન્જમાં બ્રહ્મોસ મિસાઇલનું ગુરૂવારે (22 માર્ચ)ના રોજ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. સંરક્ષણ સુત્રોએ આ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રસંગે ભારતીય સેના અને ડીઆરડીઓનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્રહ્મોસ સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને રશિયાનાં એનપીઓએમનું સંયુક્ત સાહસ છે.
જમીન પર માર કરનારી બ્રહ્મોસ મિસાઇલનું સંસ્કરણ ભારતીય સેનામાં 2007થી સંચાલીત અવસ્થામાં છે. બ્રહ્મોસ બ્લોક -3 રશિયા ભારતની એક સંયુક્ત યોજના છે, જે રશિયાનાં પી 800 ઓનિક્સ મિસાઇલ આધારિત છે. તે અગાઉ ભારતીય સેનાએ ગત્ત વર્ષે 3 મેનાં રોજ બ્રહ્મોસ બ્લોક 3 જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું અંડમાન નિકોબાર દ્વીપ સમુહ ખાતે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ 2 મે, 2017એ પણ કરવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું હતું કે, મિસાઇલે કોપીબુક પદ્ધતીથી તમામ ઉડ્યન માપદંડોને પુરી કરતા સટીકતાની સાથે સફળતાપુર્વક લક્ષ્ય પર હૂમલો કર્યો હતો. તે સતત પાંચમી વખત હતું જ્યારે બહ્મોસ બ્લોક 3નું સફળતાપુર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. સેનાનાં અનુસાર જમીનથી જમીનની શ્રેણીમાં અન્ય કોઇ પણ થિયારે અત્યાર સુધી આવી અવિશ્વસનીય સિદ્ધી પ્રાપ્ત નથી કરી. સંરક્ષણ નિવેદન અનુસાર સતત સફળતમ પરીક્ષણોએ દુર્જેય હથિયારે દેશની મારણ ક્ષમતાને વધારે મજબુત કરી છે. 2 મે, 2017એ આ જ સ્થળથી લાંબા અંતર સુધી મારણ કરી શકતી સામરિક હથિયારોનું સફળતાપુર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
સુખોઇ દ્વારા પણ બ્રહ્મોસનું સફળ પરિક્ષણ
ગત્ત વર્ષે 22 નવેમ્બરે ભારતીય વાયુસેનાનાં સુખોઇ-30 એમકેઆઇ લડાયક વિમાન દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપુર્વક પરિક્ષણ કરીને રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. બ્રહ્મોસે બંગાળની ખાડીમાં પોતાનાં સમુદ્રી લક્ષ્યાંકને સફળતાપુર્વક ભેદ્યું હતું. તે હવામાંથી લક્ષ્યને ભેદવામાં સફળ રહી હતી. સંરક્ષણ મંત્રાલયનાં સુત્રો અનુસાર વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ હવે જમીન, સમુદ્ર અને હવામાંથી માર કરવા માટે સક્ષણ છે. નિવેદન અનુસાર બ્રહ્મોસે 22 નવેમ્બરે ભારતીય વાયુસેનાનાં યુદ્ધક વિમાન સુખોઇ-30 એમકેઆઇ દ્વારા બંગાળની ખાડીમાં પોતાનું સમુદ્રી લક્ષ્યાંક ભેદીને ઇતિહાસ રચ્યો હતો.
ટાઇટેનિયમ એરફ્રેસ અને મજબુત એલ્યૂમિનિયમ મિશ્ર ધાતુની બનાવટનાં કારણે એશયૂં-30ને બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મહત્વનું યુદ્ધક વિમાન માનવામાં આવે છે. આ વિમાનનું એરોડાયનેમિક સ્માકૃતી વિમાનનાં લિફ્ટિંગને પ્રભાવક રીતે વધારે છે અને તેનાં કારણે ઉંચા કોણને સ્વયં હૂમલો કરવામાં આવી શકે છે.
આ મિસાઇલ 500થી 14,000 મીટરની ઉંચાઇથી છોડવામાં આવી શકે છે. મિસાઇલ છોડવામાં આવ્યા બાદ તે 100થી 150 મીટર સુધી મુક્ત રીતે નીચે આવી શકે છે અને ત્યારે તે 14000 મીટરમાં ક્રુઝ ફેઝમાં પ્રવેશ કરી શકે છે અને અંતમાં તે 15 મીટરમાં ટર્મિનલ ફેઝમાં પ્રવેશ કરી શકે છે. હવામાં મારણ કરનારા બ્રહ્મોસને તેનાં સમુદ્ર તથા જમીન સ્તરથી માર કરનારા બ્રહ્મોસથી હલ્કું બનાવવામાં આવ્યું છે.