લંડનઃ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય એવી ઘટના લંડનમાં બની છે. અહીંની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલઅને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલના સર્જનોએ ભેગામળીને એક ક્રાંતિકારી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ ઓપરેશન કોઈ બીજાનું નહીં પરંતુ એક માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું હતું. ડોક્ટરોએ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યું, તેનું ઓપરેશન કર્યું અને ફરી પાછે તેને માતાના ગર્ભમાં મુકી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરોએ જ્યારે જોયું કે 26 વર્ષની બેથાન સિમ્પ્સનના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને કરોડરજ્જુની સમસ્યા છે. એટલે કે, કરોડરજ્જુમાંથી કેટલીક શીરાઓ બહાર નીકળીને ગાંઠ સ્વરૂપે વિંટળાઈ ગઈ હોય છે. તેના કારણે બાળકને નીચેના હિસ્સામાં લકવો પડી શકે છે અથવા તો ક્યારેક શીખવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 10 લાખ બાળકોમાં જ્વલ્લેજ આવી શારીરિક જન્મજાત ખોડ જોવા મળતી હોય છે. 


દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ કરશો તો ભારે પડશે, કરશે ઝેરનું કામ 


આથી, ડોક્ટરોએ માતાને બે વિકલ્પ આપ્યા હતા કે ક્યાં તો તે ગર્ભપાત કરાવી નાખે અથવા તો પછી નવી પ્રક્રિયા કે જેને 'ફેટલ સર્જરી' કહે છે તે અપનાવે. 'ફેટલ સર્જરી'માં ગર્ભમાં રહેલા બાળકને ગર્ભમાંથી બહાર કાઢીને તેના પર ઓપરેશન હાથ ધરાય છે અને પછી તેને ફરી પાછું ગર્ભમાં મુકી દેવામાં આવે છે. યુનાઈટેડ કિંગડમના એસેક્સમાં રહેતી સિમ્પ્સને ફેસબૂક પર લખ્યું છે કે, તેના માટે બીજો વિકલ્પ પસંદ કરવો સરળ હતું. 


સિમ્પ્સનનું ગર્ભ જ્યારે 24 સપ્તાહનું થયું ત્યારે તેના પર ઓપરેશન હાથ ધરાયું હતું. ડોક્ટરોએ સિમ્પ્સનના ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યું, તેની કરોડરજ્જુને સીધી કરી અને પછી તેને ફરી પાછું ગર્ભમાં મુકી દીધું હતું. 



સિમ્પ્સને ફેસબૂક પર લખ્યું કે, "યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ અને બેલ્જિયમના વિશ્વના સર્વશ્રેષ્ઠ ડોક્ટરોએ મારી દેખભાળ લીધી હતી." 


હેલ્થ અંગેના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...